ETV Bharat / state

સુરતમાં ગૃહ રાજ્યપ્રધાનની ટ્રાફિક પોલીસને ટકોર, કહ્યું- ટ્રાફિક નિયમ તોડનારો વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી - ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ટ્રાફિક પોલીસ પર

સુરતમાં રવિવારે પોલીસ ગૌરવ સમારોહ (Police Pride Ceremony) યોજાયો હતો, જેમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી (Minister of State for Home Affairs Harsh Sanghvi) પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્યપ્રધાને પોલીસને ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે, ટ્રાફિક પોલીસ (Traffic Police) નિયમન માટે લોકોમાં ભય ઉભો ન કરે. અને એ વાતનું પોલીસ ધ્યાન રાખે કે, ટ્રાફિકનો ભંગ કરનારો વ્યક્તિ રિઢો ગુનેગાર નથી. એટલે તેની સાથે ખરાબ વ્યવહાર ન કરવો જોઈએ.

સુરતમાં ગૃહ રાજ્યપ્રધાનની ટ્રાફિક પોલીસને ટકોર, કહ્યું- ટ્રાફિક નિયમ તોડનારો વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી

author img

By

Published : Nov 22, 2021, 3:32 PM IST

  • સુરતમાં પોલીસ ગૌરવ સમારોહમાં (Police Pride Ceremony) ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી (Minister of State for Home Affairs Harsh Sanghvi) રહ્યા ઉપસ્થિત
  • ગૃહ રાજ્યપ્રધાને (Home Minister) પોલીસ કર્મચારીઓને ચેતવણી આપી સમજાવ્યા
  • ટ્રાફિક નિયમ (Traffic rule) તોડનારા વ્યક્તિ સાથે ખરાબ વ્યવહાર ન થવો જોઈએઃ ગૃહ રાજ્યપ્રધાન (Home Minister)
  • સામાન્ય નાગરિકો સાથે ખરાબ વ્યવહાર ન થવો જોઈએ લોકો સાથે સંયમ અને શાંતિથી વાત પોલીસ કરેઃ ગૃહ રાજ્યપ્રધાન (Home Minister)
  • ગુજરાત રાજ્યએ સમગ્ર દેશમાં પ્રથમવાર ડ્રગ્સ રિવોર્ડ પોલિસી (Drugs Reward Policy) બનાવવાનું કાર્ય કર્યું છેઃ ગૃહ રાજ્યપ્રધાન (Home Minister)

સુરતઃ શહેરમાં રવિવારે પોલીસ ગૌરવ સમારોહ (Police Pride Ceremony) યોજાયો હતો, જેમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી (Minister of State for Home Affairs Harsh Sanghvi) પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનો (Traffic rules) ભંગ કરનાર વ્યક્તિ સાથે ખરાબ વ્યવહાર ન થવો જોઈએ. તે કોઈ રિઢો ગુનેગાર નથી. એટલે દરેક પોલીસ કર્મચારીએ ટ્રાફિક નિયમનો (Traffic rule) ભંગ કરનારા નાગરિક સાથે યોગ્ય વ્યવહાર થવો જોઈએ. પોલીસ લોકો સાથે સંયમ અને શાંતિથી વાત કરે.

ગૃહ રાજ્યપ્રધાને (Home Minister) પોલીસ કર્મચારીઓને ચેતવણી આપી સમજાવ્યા

આ પણ વાંચો- પીડિતા યુવતીના ભાઈ તરીકે તેને અને તેના પરિવારને ન્યાય અપાવીશ: હર્ષ સંઘવી

ગૃહ રાજ્યપ્રધાને કોરોના કાળમાં પોલીસ જવાનોની કામગીરીની કરી પ્રશંસા

ગૃહ રાજ્યપ્રધાને ટ્રાફિક પોલીસને (Traffic Police) સલાહ આપી હતી કે, ટ્રાફિક નિયમ (Traffic rule) તોડનારા કોઈ ગુનેગાર નથી. એટલે તેમની સાથે માનવતાપૂર્ણ વ્યવહાર કરવામાં આવે. સંજીવકુમાર ઓડિટોરિયમમાં (Sanjeev Kumar Auditorium) પોલીસ ગૌરવ સમારોહમાં (Police Pride Ceremony) પોલીસના અધિકારી અને કર્મચારીઓ સામે જ ગૃહ રાજ્યપ્રધાને તેમને સલાહ આપી હતી. સાથે જ ગૃહ રાજ્યપ્રધાને ટકોર કરતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં પોલીસ જવાનોએ 24 કલાક પ્રસંશનીય કામગીરી કરી છે. આ માટે તેઓ અભિનંદનને પાત્ર છે.

આ પણ વાંચો- પાકિસ્તાને આ પહેલા પણ ડ્રગ્સ ઘુસાડવા ઘણા પ્રયન્તો કર્યા, પણ હમેશ નિષ્ફ્ળતા મેળવી: હર્ષ સંઘવી

આગામી દિવસોમાં સૂચનાનું પાલન આપ સૌને કરવું જ પડશેઃ ગૃહ રાજ્યપ્રધાન (Home Minister)

ગૃહ રાજ્યપ્રધાને (Home Minister) વધુમાં જણાવ્યું હતું કે, તમારો એક પણ વ્યવહાર ખરાબ થશે તો આખા પોલીસ આલમની બદનામી થશે. એટલે સૌ અને જે ટ્રાફિકના જવાનો છે, જે તડકા અને ભર વરસાદમાં કામ કરે છે. અમને આપની ઉપર ગર્વ છે, તેમ જ આગામી દિવસોમાં સૂચનાનું પાલન આપ સૌને કરવું જ પડશે. 63 દિવસમાં 67 કેસ કરી 1,350 કરોડથી વધુનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમવાર ડ્રગ્સ રિવોર્ડ પોલિસી (Drugs Reward Policy) બનાવવાનું કાર્ય કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.