- સુરત ઈસ્કોન મંદિરે ભગવાન જગન્નાથના ખાસ પ્રકારના વાઘા વૃંદાવનથી આવ્યા
- વાઘા હિન્દુ-મુસ્લિમ એકતાનું પણ પણ છે પ્રતીક
- વાઘા પર ઝીણવટભર્યું હેન્ડ વર્ક કરી તૈયાર કર્યા છે.
સુરત: કોરોનાને કારણે આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ હાલ નિર્ણય લેવાયો નથી, ત્યારે સુરત ઈસ્કોન મંદિરે ભગવાન જગન્નાથના ખાસ પ્રકારના વાઘા વૃંદાવનથી આવ્યા છે. જે વાઘા હિન્દુ-મુસ્લિમ એકતાનું પણ પ્રતીક છે. મુસ્લિમ કારીગરો દ્વારા તૈયાર કરેલા આ વાઘાની કિંમત 3.5 લાખથી વધુ છે.
વૃંદાવનના હિંદુ-મુસ્લિમ કાર્યકરોને દેશ-વિદેશથી પણ આવે છે વાઘાના ઓર્ડર આવે
સુરતમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે શહેરની પાંચ મુખ્ય રથયાત્રાઓ અલગ-અલગ સ્થળોએથી યોજવામાં આવે છે. જેમાં પાંચ પૈકીની મુખ્ય અને સૌથી મોટી રથયાત્રા(Rathyatra) ઈસ્કોન મંદિરની હોય છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથની આ યાત્રામાં જોડાઇ છે. જો કે કોરોના કાળમાં ગત વર્ષે આ યાત્રા સાદગીપૂર્ણ રીતે યોજાઇ હતી. આ વર્ષે નિર્ણય લેવાયો નથી. જોકે આ વચ્ચે રથયાત્રા(Rathyatra)ના આકર્ષણ સમા ભગવાનના વાઘા વૃંદાવનથી સુરત આવી ચૂક્યા છે. જેને વૃંદાવનના હિંદુ-મુસ્લિમ કાર્યકરોને ભેગા થઈને તૈયાર કર્યા છે. છેલ્લા 25 વર્ષથી પેઢી દર પેઢી કારીગરો આ વાઘા તૈયાર કરે છે. એટલું જ નહીં તેમના તૈયાર કરાયેલા વાઘાને લઈને અન્ય દેશોથી પણ તેમને વાઘાના ઓર્ડર આવે છે.
4 કારીગરોએ વાઘા પર ઝીણવટભર્યું હેન્ડ વર્ક કરી તૈયાર કર્યા
ઈસ્કોન પ્રમુખ વૃંદાવન પ્રભુજીએ જણાવ્યું કે, અઢી મહિનામાં 4 કારીગરોએ વાઘા પર ઝીણવટભર્યું હેન્ડ વર્ક કરી તૈયાર કર્યા છે. સાથે જ જરદોશી વર્ક, ચાંદીના વરખ અને વિવિધ સ્ટોન લગાવીને વાઘાને આકર્ષક ઓપ અપાયો છે. રેસમ, વેલ્વેટ અને વિસકોસના કાપડથી તૈયાર કરાયેલા એક વાઘાની કિંમત દોઢ લાખથી પણ વધુ છે.
રથયાત્રા રદ્દ કરવામાં આવી
કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા સુરતની 5 પૈકીની મુખ્ય ગણાતી જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની રથયાત્રા(Rathyatra)ને પરવાનગી આપવામાં આવી નથી. જેથી આ વખતની ઇસ્કોન મંદિરની સૌથી મોટી રથયાત્રા(Rathyatra) દર્શન ભક્તો નહીં કરી શકે. ટ્રસ્ટી અને પૂજારીઓ દ્વારા માત્ર મંદિરના પરિસરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને નાનકડા રથમાં બિરાજમાન કરી પરિક્રમાં કરાવવામાં આવશે. જ્યારે ભક્તોને ફોટો અને વીડિયો મોકલી વ્હોટ્સએપ ગ્રુપના માધ્યમથી દર્શન કરાવવામાં આવશે. દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી શહેરની 5 પૈકીની મુખ્ય ગણાતી ઇસ્કોન મંદિરની રથયાત્રામાં 50 હજારથી વધુ ભક્તો જોડાય છે, ત્યારે આ વખતે કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં લઈ રથયાત્રા રદ્દ કરવામાં આવી છે.