સુરત: શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન બનતા પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે સુરતની ખાડીઓ પણ ઓવરફ્લો થઈ છે. જે ખાડીના પાણી આજુબાજુમાં આવેલી સોસાયટીઓમાં પ્રસરી જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
સુરત સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની એકધારી ઇનિંગ જોવા મળી રહી છે. જેમાં જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે સુરતમાં ખાડીપુર આવ્યા છે. જે ખાડીના પાણી સોસાયટીઓમાં ફરી વળ્યાં છે. સુરતના પર્વતગામ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં અને સર્વિસ રસ્તાઓ પણ ખાડીના પાણી ફરી વળતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અહીં આવેલ અલગ-અલગ સોસાયટીમાં ખાડીના પાણી ફરી વળ્યાં છે. જેથી મહિલાઓએ ઘરની બહાર નીકળવુ મુશકેલ બન્યું છે.
સવારે 6થી 8 વાગ્યા દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા
તાલુકા | વરસાદ (મિમિમાં) |
મહુવા | 7 મી.મી. |
માંગરોળ | 4 મી.મી. |
ઓલપાડ | 7 મી.મી. |
સુરત | 3 મી.મી. |
સવારે 8થી 10 વાગ્યા દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા
કામરેજ | 37 મી.મી. |
માંડવી | 3 મી.મી. |
માંગરોળ | 2 મી.મી. |
ઓલપાડ | 1 મી.મી |
સુરત | 24 મી.મી |
ઉમરપાડા | 20 મી.મી |