સુરત તેમજ જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં વરસાદની જોરદાર ઇનિંગ જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળથી મધ્ય મહારાષ્ટ્ર થઈ ગુજરાત તરફ આવી પહોંચેલા ડિપ ડિપ્રેશનની અસરને પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર શરૂ થઇ છે. રાત્રે 12 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીનો સુરત સહિત જિલ્લાનો વરસાદ તમામ મિલિમીટર માં.
- બારડોલી -33 MM
- ચોર્યાસી- 12 MM
- મહુવા -35 MM
- કામરેજ- 21 MM
- માંડવી -35 MM
- માંગરોળ -82 MM
- ઓલપાડ -16 MM
- પલસાણા -23 MM
- સુરત સીટી -15 MM
સાથે ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા સિઝનમાં જ્યાં ઉકાઈ ડેમની સપાટી 319 ફુટ સુધી હતી ત્યારે આ વખતે 325 ફૂટની સપાટી વટાવી દીધી છે. એવું જ નહીં હાલ ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે 5,37,847 ક્યુસેકની આવક જોવા મળી રહી છે. જેથી આવનાર કલાકોમાં ઉકાઈ ડેમની સપાટીમાં વધુ વધારો જોવા મળશે.
જ્યારે સુરત રાંદેર ખાતે આવેલા વિયર કમ કોઝવેની સપાટી ભયજનક 6 મીટરની સપાટી વટાવી 6.54 મીટર પર પહોંચી છે. કાકરાપાર ડેમમાં પણ નવા નીરના કારણે ડેમની સપાટી 162.90 ફૂટ નોંધાઈ છે.