- સુરતમાં આજે ધોધમાર પવન સાથે વરસાદ
- વલસાડ-નવસારી બાદ સુરતમાં પણ વરસાદ શરૂ
- હવામાન વિભાગ કરાયેલી આગાહી મુજબ વરસાદ શરૂ
- સુરત શહેરમાં ધોધમાર વરસાદ
- વહેલી સવારથી જ વાદળ છાયું વાતાવરણ
સુરત: શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદનું આગમન થયું છે. જોરદાર કડાકા સાથે વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પસરી છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં વહેલી સવારથી જ વાદળ છાયું વાતાવરણ હતું. તેમાં જોરદાર કડાકા સાથે વરસાદનું આગમન થઇ ગયું છે.
Surat Rural Rain Update: ઉમરપાડા તાલુકામાં મેઘરાજા મહેરબાન, નદીનાળા છલકાયા
28 દિવસ પુર્વે ઉમરપાડા તાલુકામાં સોમવારે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ગણતરીના કલાકોમાં 88MM વરસાદ વરસતા નદીનાળા ફરી જીવંત થયાં છે. જેના કારણે માંડવી ખાતેનો ગોળધા ડેમ ઓવરફ્લો થયો હતો.
ઉમરપાડા (Rain Update): ચારેય તરફ ગાઢ જંગલથી ઘેરાયેલા અને સુરત જિલ્લાના ચેરાપૂંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામા ચોમાસું ધીમે ધીમે જામી રહ્યું છે, ત્યારે સોમવારે 88MM જેટલો વરસાદ ખાબકતા તાલુકાના નદીનાળા ફરી જીવંત થયા હતા અને નવા નીર આવ્યા હતા, ત્યારે ઉમરપાડામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી ગણાતો ગોળધા ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યાં હતા અને પાક માટે સિઝન સારી જશે તેવી આશા બંધાઈ હતી.
rain news : સુરત જિલ્લાના કુદસદમાં ઠેર ઠેર પાણી ભરાયા
સુરત: જિલ્લાના કુદસદમાં મેઘરાજાનું આગમન થતા જ તંત્રની પોલ ખુલી ગઇ હતી. સમૂહ વસાહત વિસ્તારમાં ખાનગી માલિકો તેમજ સ્થાનિક તંત્ર દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા ન કરતા પાણી ભરાયા હતા. નીંચાણવાળી જગ્યાઓમાં પાણી ભરાઈ જતા આજુબાજુના લોકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય ઉભો થયો હતો. ઉલ્લેખનીય છે કે, દર ચોમાસામાં કુદસદના સમૂહ વસાહતમાં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાય છે અને સ્થાનિક લોકોને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે પણ નિદ્રાધીન તંત્ર જાગવાનું નામ નથી લઈ રહ્યું.
Rain Update: સુરત જિલ્લામાં મેઘરાજાએ સાચવ્યું અષાઢી બીજનું મહુર્ત, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
સુરતમાં દર અષાઢી બીજે મેઘરાજા પોતાની સવારી લઈને આવે છે, ત્યારે આ વર્ષે પણ અષાઢી બીજે સુરતના માંગરોળ, માંડવી, કામરેજ, ઓલપાડ જેવા જિલ્લાઓમાં ઘોઘમાર વરસાદ(Heavy Rain) જોવા મળ્યો હતો. જેને લઈ ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો હતો.
Weather news- સુરત જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી
સુરત જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન (weather) કેવું રહેશે તે અંગે સુરત જિલ્લા કૃષિ હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા હળવો વરસાદ (Rain) પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ઉમરપાડામાં બુધવારના રોજ અડધો ઈચ વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.]
સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 7 ઈંચ વરસાદ, ઘર અને ગરનાળામાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા
સુરતઃ હવામાન વિભાગની આગાહી બાદ શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. શહેરમાં રાત્રે અને સવારે વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ઘૂસી ગયા હતા. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરના વાતાવરણમાં સવારથી જ પલટો જોવા મળ્યો હતો. સવારના સમયે શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ વરસાદના કારણે નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા.