- બારડોલીમાં ભારે વરસાદ પડ્યો
- 2 કલાકમાં નોંધાયો અઢી ઈંચથી વધુ વરસાદ
- રસ્તાઓ પર પાણી ભરાયા
બારડોલી: સુરત જિલ્લાના બારડોલીમાં આજે શનિવારે બપોર વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ થરૂ થયો હતો. અચાનક થરૂ થયેલા વરસાદને કારણે ડાંગરના પાકને નુકસાન થયું હોવાની માહિતી મળી છે. બારડોલીમાં 2 કલાકમાં લગભગ 2.6 ઇંચ વરસાદ નોંધાયો હતો.
![બારડોલી બે કલાકમાં અઢી ઇંચથી વધુ વરસાદ નોંધાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-surat-rural-02-varsad-photo-story-gj10039_17102020183536_1710f_1602939936_180.jpg)
ખેતરના પાકને નુકસાન
ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા. ખેતરમાં તૈયાર પાકને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ સિઝનમાં સારા વરસાદને કારણે ખેતરોમાં ડાંગરનો પાક તૈયાર હતો, જેને અચાનક પડેલા વરસાદથી નુકસાન થયું છે. જોકે, વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.