ETV Bharat / state

કેરીના આગમની સાથે જ તંત્ર હરકતમાં, આરોગ્ય વિભાગના દરોડા - sur

સુરત : ઉનાળાની શરુઆત થઇ ગઇ છે ત્યારે કેરીની પણ આવક શરુ થઇ ગઇ છે. પણ જો આ કેરીને પકવવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે તો લોકોનાં સ્વાસ્થયને નુકશાન થાય છે. જેને લઇને આરોગ્ય વિભાગ પહેલેથી જ સક્રિય થઈ ગયુ છે. શહેરના સરદાર માર્કેટમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડતા કેરીના વેપારીઓમાં ફફડાટ ફેલાય ગયો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 3, 2019, 9:38 AM IST

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે સહારા દરવાજા પાસે મહાત્મા ગાંધી માર્કેટમાં સપાટો બોલાવ્યો હતો. આરોગ્ય વિભાગે કાર્બાઇડથી પકવેલી અંદાજિત 1 ટન કેરીનો નાશ કર્યો હતો. આ સાથે જ કાર્બાઇડથી કેરી પકવતાં વેપારીઓને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઉનાળાની શરૂઆત સાથે સુરતમાં કેરીના આગમન બાદથી જ વેપારીઓએ કાર્બાઇડથી કેરી પકવવાનો બિનઆરોગ્યપ્રદ ધંધો શરૂ કર્યો છે. જેને લઇને ઉનાળામાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લઇ આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામા આવ્યા છે.આરોગ્ય વિભાગની ટીમે સુરતમાં દરોડા પાડીને 1 ટન અખાદ્ય કેરીના જથ્થાનો નાશ કર્યો છે. જ્યારે 75થી વધુ કાર્બાઈડની પડકીઓ જપ્ત કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગના દરોડા

સુરતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ કેરીના વેપારીઓ સામે તવાઈ બોલાવી છે. અખાદ્ય કેરીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. અહીં કાર્બાઈડથી પકવવામાં આવેલી કેરીનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગની આ તવાઈને લઈને અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કાર્બાઈડથી પકવવામાં આવેલી કેરી સ્વાસ્થયને નુકસાન પહોંચાડે છે. જેથી આ કેરી લોકો સુધી ન પહોંચે તે માટે આરોગ્ય વિભાગની ટીમે દરોડાની કામગીરી શરૂ કરી છે.

R_GJ_05_SUR_04_AAROGYA_DARODA_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : ઉનાળાની મોસમ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ ફળો નો રાજા કેરીઓ બજારમાં આવી રહી છે.પણ કેરીને પકવવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે તો લોકોનાં સ્વાસ્થયને પણ નુકશાન થાય છે. આના કારણે પાલિકાનું આરોગ્ય વિભાગ પહેલેથી જ સક્રિય થઈ ગયુ છે. શહેરના સરદાર માર્કેટમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડતા કેરીના વેપારીઓમાં ફફડાટ ફેલાય ગયો છે.

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે સહારા દરવાજા પાસે મહાત્મા ગાંધી માર્કેટમાં સપાટો બોલાવ્યો હતો. આરોગ્ય વિભાગે કાર્બાઇડથી પકવેલી અંદાજિત 1 ટન કેરીનો નાશ કર્યો હતો. આ સાથે જ કાર્બાઇડથી કેરી પકવતાં વેપારીઓને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઉનાળાની શરૂવાત સાથે સુરતમાં કેરીના આગમન બાદથી જ વેપારીઓએ કાર્બાઇડથી કેરી પકવવાનો બિનઆરોગ્યપ્રદ ગોરખધંધો શરૂ કર્યો છે. જેને લઇને ઉનાળામાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લઇ આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામા આવ્યા છે.આરોગ્ય વિભાગની ટીમે સુરતમાં દરોડા પાડીને 1 ટન અખાદ્ય કેરીના જથ્થાનો નાશ કર્યો છે. જ્યારે 75થી વધુ કાર્બાઈડની પડકીઓ જપ્ત કરવામાં આવી છે. 

સુરતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ કેરીના વેપારીઓ સામે તવાઈ બોલાવી છે. અખાદ્ય કેરીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. અહીં કાર્બાઈડથી પકવવામાં આવેલી કેરીનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગની આ તવાઈને લઈને અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કાર્બાઈડથી પકવવામાં આવેલી કેરી સ્વાસ્થયને નુકસાન પહોંચાડે છે. જેથી આ કેરી લોકો સુધી ન પહોંચે તે માટે આરોગ્ય વિભાગની ટીમે દરોડાની કામગીરી શરૂ કરી છે. 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.