- અલથાણ વિસ્તારના 67 વર્ષીય હસમુખભાઈએ ઘોડા પર સવાર થઈને મતદાન સેન્ટર પર પહોંચ્યા
- લોકોમાં જાગૃતિ ફેલાવી
- હસમુખભાઈને ઘોડાની સવારી ખૂબ જ પસંદ છે
સુરતઃ મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે અલથાણ વિસ્તારના 67 વર્ષીય હસમુખભાઈએ ઘોડા પર સવાર થઈને મતદાન સેન્ટર પર પહોંચી મત આપ્યો હતો. તેઓએ ઘોડસવારી સાથે મતદાન કરી લોકોમાં પણ જાગૃતિ ફેલાવી છે. આજે સુરત મહાનગરપાલિકા માટેની ચૂંટણીનો મતદાન થઇ રહ્યો છે, ત્યારે સુરતના ભરતાણા ખાતે 67 વર્ષની ઉંમરે પણ ઘોડા પર જ મતદાન કરવા પહોંચ્યા હતા. તેમને ઘોડાની સવારી ખૂબ જ પસંદ છે. તેઓ અનેક ઘોડા રેસમાં ભાગ લઈ વિજેતા બન્યા છે.
![67 વર્ષીય હસમુખભાઈએ ઘોડા પર સવાર થઈને મતદાન સેન્ટર પર પહોંચી મત આપ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-hourse-7200931_21022021140220_2102f_1613896340_775.jpg)
આજે 67 વર્ષની ઉંમરે પણ ઘોડા પર જ 25 વર્ષથી મતદાન કરવા જાય છે. સવારે અલથાણ - ભરથાણા બૂથ પર પહેલું મતદાન કર્યું હતું. ઘોડા પર સવાર થઈને આવેલા હસમુખભાઈને જોઈને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.