સુરતઃ શહેરમાં ગાંજાની હેરાફેરી કરતા તેમજ વેપલો કરતા ઈસમો (hashish seized in Surat )સામે પોલીસે લાલ આંખ કરી છે. તેમ છતાં આ દુષણ હજુ બંધ થવાનું નામ લેતું નથી. ત્યારે વધુ એક વખત સુરત SOG પોલીસે (Surat SOG Police)ગાંજાનો વેપલો કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. SOG પોલીસને બાતમી મળી હતી કે કતારગામ ઉત્કલનગર ઝૂપડપટ્ટી પાસે આવેલા રેલવે પટરી નજીક બે શખ્સો ગાંજાનું વેચાણ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી ખરાઈ કરી હતી અને ત્યારબાદ દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં દરોડો પાડી બબલુ રામદયાલ કુર્મી પટેલ તેમજ કાર્તિક ઉર્ફે હાથી ગોપાલ પરીડાને ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચોઃ cannabis: મોપેડ પર ગાંજાનું વેચાણ કરતાં બે ઓડિશાવાસી ઝડપાયાં
ઉંચા ભાવે ગાંજાનું વેચાણ - ઘટના સ્થળેથી પોલીસે 93,000ની કિમતનો 3 કિલો 952 ગ્રામ ગાજાનો જથ્થો (Katargam Utkalnagar Zuppadpatti )રોકડા રૂપિયા 9000 મળી કુલ 49,580ની મત્તા કબજે કરી હતી. પોલીસ તપાસમાં શખ્સો રઘુરાજસિંગ ઉર્ફે રઘુ રોકડા શુભકાંતસિંગ ઠાકુરએ ઝડપાયેલા બંને આરોપીઓને ગાંજાનો જથ્થો વેચાણ કરવા માટે આપ્યો હતો. આ બન્ને શખ્સો એક કિલોના 20,000 રૂપિયા સુધીના ઉચા ભાવે ગાંજાનું વેચાણ કરતા હતા. આ ઘટનામાં પોલીસે વોન્ટેડ આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ Cannabis seized from Morbi: વાંકાનેર નજીકથી ગાંજાના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા