ETV Bharat / state

Harsha Sanghvi vnsgu seminar : ભરૂચ પોલીસ જાસૂસી કાંડ સહિત હત્યા પ્રકરણ અંગે ગૃહપ્રધાનની પ્રતિક્રિયા - VNSGU કન્વેક્શન સેન્ટર

સુરતમાં ભારત@2047 સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. VNSGU કન્વેક્શન સેન્ટરમાં 2047માં ભારત કેવું હશે તેના રોડ મેપ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે ભરૂચ પોલીસ જાસૂસી કાંડ સહિત ડીસા અને અમદાવાદ હત્યા પ્રકરણ અંગે પ્રતિક્રિયા આપી હતી.

Harsha Sanghvi : ભરૂચ પોલીસ જાસૂસી કાંડ સહિત અને હત્યા પ્રકરણ અંગે ગૃહપ્રધાનની પ્રતિક્રિયા

author img

By

Published : Jan 20, 2023, 5:44 PM IST

સુરતમાં ભારત@2047 સેમિનારમાં હાજર રહેલા ગૃહપ્રધાને સવાલોના જવાબ આપ્યાં હતાં

સુરત ગૃહપ્રધાન હર્ષ સંઘવી VNSGU કન્વેક્શન સેન્ટરમાં 2047માં ભારત કેવું હશે તેના રોડ મેપ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી 2047ના ભારતની કલ્પના કરી હતી. ઉપરાંત સુરત આર્થિક પાટનગર છે ત્યારે હીરાનગરી પણ 2 કદમ આગળ વધી રહી હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં વિજિલન્સની જાસૂસી કરતા બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે આ બાબતે સવાલ કરવામાં આવતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ બાબત પોલીસનો રેગ્યુલર વિષય છે. ડીજીપી આ બાબતે તપાસ કરી કાર્યવાહી કરી રહ્યા છે અને ટૂંક સમયમાં ડીજીપી આ અંગે સમગ્ર માહિતી આપશે.

પોલીસની શી ટીમ કામ કરે છે ડીસામાં બનેલી ઘટના અંગે તેઓએ જણાવ્યું હતું કે, આ કેસમાં પણ પોલીસ કામગીરી કરી રહી છે. અમદાવાદમાં ઘટેલી ઘટના બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે પોલીસની શી ટીમ કામ કરે છે. લોકોના જીવ બચાવવાના કામ કરે છે.આ ઘટનામાં ઘરકંકાસ સામે આવી રહ્યો છે એ બાબતે પણ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો Godrej Garden City Fire Accident: ઈડન બ્લોકમાં ચોથા માળે આગ, મહિલાનું મૃત્યું

શું છે ભરૂચ પોલીસ જાસૂસી કાંડ ભરૂચ પોલીસમાંથી જાસૂસી કાંડ બહાર આવ્યો છે.જેમાં ભરૂચ LCB ના બે કોન્સ્ટેબલ સ્ટેટ મોનીટરીંગ સેલના 15 પોલીસ અધિકારીના લોકેશન બૂટલેગરોને વેચતા હોવાનું સામે આવ્યું છે. SMC અને ભરૂચ જિલ્લા પોલીસવડાની તપાસમાં બુટલેગરોને IPS સહિત 15 પોલીસકર્મીના મોબાઈલ લોકેશન આપતા બે કોન્સ્ટેબલનો ભાંડો ફુટયો હતો.

આ પણ વાંચો Bharuch police: કોન્સ્ટેબલે SMCના 15 અધિકારીના લોકેશન બુટલેગરોને શેર કર્યા

SMC ને શંકા ગઈ હતી સ્ટેટ મોનિટીરિંગ સેલના કેમિકલ માફિયા અને બુટલેગરો ઉપર મોટા દરોડા નિષ્ફળ જતા SMC ને શંકા ગઈ હતી. જેનો રિપોર્ટ રાજ્યના પોલીસ વડાને કરાયો હતો. SMC ના પોલીસ અધિકારીના લોકેશન ભરૂચના 2 કોન્સ્ટેબલ બુટલેગરોને શેર કરતા હોવાનું ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ અને SMC ના ડીવાયએસપી કે.ટી.કામરીયાની તપાસમાં બહાર આવ્યું હતું. બન્ને કોન્સ્ટેબલ અને સર્વેલન્સ વિભાગની ગુપ્ત રાહે તપાસમાં આ બને કોન્સ્ટેબલ પોલીસની જ જાસૂસી કરી બુટલગરોને વેંચતા હોવાની વિગતો સામે આવતા ગુજરાત પોલીસ વિભાગ હચમચી ગયું છે.

અમદાવાદની ઘટના અમદાવાદ ગોદરેજ ગાર્ડન પાસે સવારે બની આગની ઘટના બની હતી. આગની ઘટના મામલે મોટો ઘસ્ફોટ થયો છે. પત્નીની હત્યાને અગ્નિકાંડમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો. ઇડન વી બ્લોકના ચોથા માળે આગની આ ઘટના બની હતી. પતિએ પત્નીની ગળું કાપી હત્યા કરી આગમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સૂત્રો દ્વારા સામે આવ્યું છે. ફાયરની 6 ગાડીઓ ઘટના સ્થળે હાજર રહી આગને કાબુમાં લીધી હતી.. સ્થાનિક લોકચર્ચા મુજબ પતિપત્ની વચ્ચે ઝગડો થયો હતો. ફાયર વિભાગ સમયસર આવી જતાં આગને બિલ્ડિંગમાં ફેલાતી અટકાવી શકાઇ હતી જેથી એક મોટી દુર્ઘટના ટળી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.