સુરત: રેલવે મંત્રાલય દ્વારા હજીરા ગોથાણ વચ્ચે નવી 50 કિલો મીટર બ્રોડ ગેજ લાઈનને વિશેષ યોજના તરીકે મંજૂરી આપી છે. પણ ખેડૂતોનો જમીન મામલે વિરોધ શમી જતા ખેડૂતોએ ખરા અર્થમાં રાહતનો શ્વાસ લીધો છે. વન પર્યાવરણના રાજ્ય પ્રધાન મુકેશ પટેલે સુરત ખાતે જાહેરાત કરી હતી કે, હજીરા ગોથાણ રેલ્વે લાઈન માટે કોઈપણ પ્રકારે ખેડૂતોની જમીનનો સંપાદન કરવામાં આવશે નહીં. રેલ્વે લાઈન માટે સરકારી જમીનનો ઉપયોગ કરવામાં આવશે. આ જમીનનો કેટલોક ભાગ દિલ્હી-મુંબઈ કોરિડોર વચ્ચે પણ આવે છે.
જાહેરનામું હતુંઃ ગુજરાત રાજ્યના પ્રધાન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, દિલ્હી મુંબઈ ફેટ કોરિડોર જે નિર્માણ થઈ રહ્યો છે તેની જોડે હજીરાની કંપનીની અંદરથી જે હજારો ટ્રક હાઇવે પર જતી રહે. આ માટે રેલવેની બીજી લાઈન નાખવા માટે ગોઠણથી લઈને હજીરા સુધી જાહેરનામા કરાયું હતું. વર્ષ 2022 માં આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોની જમીન આવી રહી હતી. આ પ્રશ્નોને લઈને પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પટેલ ને મળવા તેમના નિવાસ સ્થાને ગયા હતા. જોકે, આ મામલે તેમણે વધુ સ્પષ્ટતા નુકસાનીને લઈ કરી હતી.
સૂચના બાદ મંગળવારે તમામ સરપંચોને તેમજ અધિકારીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અમે કલેકટર સાથે મીટીંગ રાખી હતી. તેની અંદર જેટલી બને તમામ સરકારી જમીનનો ઉપયોગ કરીને કોઈપણ પ્રાઇવેટ નંબરને નુકસાન ન થાય એ લાઇન ડાઈવર્ટ કરીને હજીરા સુધી લઈ જવાનો અમે નિર્ણય કર્યો છે. પહેલા બોથાણથી લઈને સીધી લાઈન ગામની અંદરથી જતી હતી. ઘણા લોકોના ઘર પણ તૂટતા હતા. આ સમસ્યાને દૂર કરવા માટે અમે નવો રૂટ માં સરકારી જમીનનો ઉપયોગ કરી રહ્યા છે. ---મુકેશ પટેલ (પર્યાવરણ પ્રધાન, ગુજરાત સરકાર)
આ પણ વાંચોઃ
લાંબો રૂટ છેઃ આ થોડોક લાંબો રૂટ છે. આ માટે વેસ્ટર્ન રેલ્વેના ડીઆરએમ પણ આવ્યા હતા. અને અમે ગામની બહારથી આ લાઈન લઈને મંજૂરી આપી છે હવે કોઈ પણ જાતની સંપાદનની જરૂરત નથી. જે કૃભકોની જૂની રેલ્વે લાઈન છે વર્ષો પહેલા જે જગ્યા સંપાદન થઈ હતી તેને આવરી લેવામાં આવશે. હવે રાજ્ય સરકારની જમીન પર આ નવી રેલવે લાઇન નાખવામાં આવશે એટલું જ નહીં રેલ્વે લાઈન આવવાથી હાઇવે પર જે વાહનોનું ભારણ હોય છે તે ઘટી જશે. સાથો સાથ લોજિસ્ટિક ખર્ચ પણ ઘટી જશે તેમજ રોજગારીની નવી તકો લોકોને મળી રહેશે.