ETV Bharat / state

Gujarat Mango: કમોસમી વરસાદના કારણે આ વખતે બજારમાં કેરીની અછત, ભાવમાં વધારો - Gujarat Mango price rise due to unseasonal rain

માવઠાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. ખાસ કરીને ઉનાળું પાકને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. કારણ કે, સતત બદલી રહેલા વાતાવરણમાં પાકની ગુણવત્તા સામે જોખમ ઊભું થયું છે. એવા માહોલમાં કેરીની ખેતી કરતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. આ વર્ષે કેરીનો પાક જોઈએ એટલો ઊતરવાનો નથી એવું ખેડૂતો દાવા સાથે કહી રહ્યા છે. જોઈએ એક ખાસ રીપોર્ટ

Gujarat Mango: કમોસમી વરસાદના કારણે આ વખતે સુરતના કેરી બજારમાં કેરીની અછત, ભાવમાં વધારો

author img

By

Published : Apr 14, 2023, 12:28 PM IST

Updated : Apr 14, 2023, 1:08 PM IST

કમોસમી વરસાદના કારણે આ વખતે સુરતના કેરી બજારમાં કેરીની અછત

સુરત: કમોસમી વરસાદના કારણે કેરીના રસિયાઓ કેરી ખરીદતી વખતે કાંદો કાપી રહ્યા હોય તેવી રીતે ચોક્કસથી રડી પડશે. કારણ કે કમોસમી વરસાદના કારણે આ વખતે સુરતના કેરી બજારમાં કેરીની અછત સર્જાય છે. જેના કારણે કેરીના ભાવમાં ભરખમ વધારો નોંધાયો છે. 800 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીનો ભાવ વધારો એક મણ પાછળ થયો છે. કેરીની સિઝનમાં અનેક પ્રકારની કેરીઓ માર્કેટમાં આવે છે. પણ ગુજરાતની કેરીની માંગ રાજ્યની બહાર પણ સતત રહેતી હોય છે.

આ પણ વાંચોઃ Surat News: જાહેરમાં થૂંકીને સુરતની 'સૂરત' બગાડનારાઓ સામે લાલઆંખ, 18,000 લોકોને 2 લાખનો દંડ

હાફૂસની માંગઃ કેરીની સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને વર્ષના ત્રણ મહિના સુધી લોકો કેરીની મજા માણતા હોય છે . બજારમાં કેરીની સિઝનમાં અનેક પ્રકારની કેરીઓ આવતી હોય છે. ખાસ કરીને કેસર કેરી અને હાફૂસની ડિમાન્ડ સૌથી વધારે હોય છે. પરંતુ આ વર્ષે જે હાફૂસ કેરી ગત વર્ષે લોકોએ 1500 રૂપિયા મણ ખરીદી હતી. તેના માટે હવે 2500 રૂપિયા આપી રહ્યા છે. એટલું જ નહીં ગયા વર્ષે કેસર કેરી માટે 1300 રૂપિયા આપ્યા હતા તેને માટે હવે 2200 રૂપિયા આપવામાં મજબુર થયા છે.

વરસાદે વિધ્ન ઊભા કર્યાઃ કેરીના ભાવમાં 30 થી લઈને 40% સુધીનો વધારો નોંધાયો છે. આ ભાવ વધારા પાછળ કમોસમી વરસાદ જવાબદાર છે. ગ્લોબલ વોર્મિંગના કારણે કમોસમી વરસાદની સમસ્યાઓ ઉદભવી છે. જેના કારણે તેની સીધી અસર કેરીના પાક પર જોવા મળી રહી છે. આમ તો બજારમાં કેરી આવી ગઈ છે. પરંતુ ખરીદી કરવા માટે આવનાર લોકો કેરીના ભાવ સાંભળીને કેરી ખરીદવા માટે વિચારી રહ્યા છે.

આ પણ વાંચોઃ સુરત મનપામાં પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ જૂથના તમામ લોકોને પદ આપવામાં આવ્યાં

ભાવમાં વધારોઃ કેરી ખરીદવા માટે આવેલા પ્રકાશ ભાઈએ જણાવ્યું હતું કે, કેરી અનેક પ્રકારની છે . અમે કેરી જોવા માટે આવ્યા છે. જનરલી અમે દરેક પ્રકારની કેરી લઈએ છીએ. છેલ્લા વર્ષે 1500 રૂપિયા મણ લીધી હતી. હાલ 2500 રૂપિયા મણ છે. કદાચ કમોસમી વરસાદના કારણે ભાવમાં વધારો થયો છે. કંઈક કારણસર કેરી માર્કેટમાં ઓછી છે. કદાચ તેના જ કારણે કેરીના ભાવમાં વધારો નોંધાયો છે.

વેપારીઓનો વ્યૂઃ વલસાડ, ધરમપુર, સૌરાષ્ટ્ર, ખેરગામથી કેરી આવે છે. કેરીના વિક્રેતા મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, અમારા ત્યાં જે કેરી આવે છે તે વલસાડ, ધરમપુર, સૌરાષ્ટ્ર, ખેરગામ થી અમે મંગાવીએ છીએ. આ વખતે કમોસમી વરસાદના કારણે કેરીના ભાવમાં વધારો નોંધાયો છે. કારણ કે કોમોસમી વરસાદના કારણે કેરીઓ પડી ગઈ છે. રૂપિયા 800 થી લઈને 1500 રૂપિયા સુધીનો ભાવ વધારો પ્રતિ મણ નોંધાયો છે.

Last Updated : Apr 14, 2023, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.