મોડાસાઃ ડાયરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ અને લેબર કમિશ્નર સુપ્રિત સિંહ ગુલાટીએ અરવલ્લી જિલ્લાના મોડાસામાં સ્થાપવામાં આવેલા બે શેલ્ટર હોમ્સની મુલાકાત લીધી હતી. મોડાસાના કાઝીવાડામાં આવેલા આશ્રય ઘર તેમજ ડુંગરી પર આવેલા સ્પોર્ટસ સંકુલને શેલ્ટર હોમ્સમાં તબદીલ કરવામાં આવ્યા છે. જ્યાં લૉકડાઉન પછી અટવાયેલા પરપ્રાંતિય શ્રમિકોને આશરો આપવામાં આવ્યો છે.
આ શેલ્ટર હોમ્સમાં 150 જેટલા શ્રમિકોને આશરો આપવામાં આવ્યો છે. ડાયરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ અને લેબર કમિશનર સુપ્રિત સિંહ ગુલાટીએ અહીં આશરો લઇ રહેલા શ્રમિકો સાથે વાત ચીત કરી તેમને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર, પ્રાંત અધિકારી મયંક પટેલ, મોડાસા માલતદાર અરૂણ ગઢવી તેમજ વહિવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.