ETV Bharat / state

Surat News: આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ સુરત નવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે, કોરોનાને લઈ આપ્યા સૂચન - covid ward in Surat

દેશભરમાં કોરોનાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. જેથી આરોગ્ય તંત્ર સાવચેતીનાં પગલાં લઈ રહ્યું છે. અગાઉ દર્દીઓને પડેલી તકલીફને લઈ પૂર્વ તૈયારીના ભાગરૂપે તંત્ર સજાગ થઈ ગયું છે.તેના ભાગરૂપે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી છે.

Surat News: આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ સુરત નવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે, કોરોનાને લઈ આપ્યા સૂચન

author img

By

Published : Apr 9, 2023, 1:11 PM IST

સુરતઃ ગુજરાત રાજ્યનું આરોગ્ય તંત્ર કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈને સાવચેતીનાં પગલાં લઈ રહ્યું છે. દેશભરમાં ફરીથી કોરોનાએ પોતાનું માથું ઉંચક્યું છે. જેને લઈને કોરોનાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. જેથી કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા તમામ રજ્યોને તેમની સરકારી હોસ્પિટલોમાં તમામ પ્રકારની તૈયારીઓ કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Surat accident: દિલ્હીથી રોજગારી માટે આવેલા યુવકનું સુરતમાં અજાણ્યા વાહન ચાલકની અડફેટે મોત

આરોગ્ય પ્રધાનની મુલાકાતઃ અગાઉ દર્દીઓને પડેલી તકલીફને લઈ પૂર્વ તૈયારીના ભાગરૂપે તંત્ર સજાગ થઈ ગયું છે. રાજ્યમાં કોરોનાની તૈયારી અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી છે. સુરતની સિવિલ હોસ્પટિલમાં જઈને કોરોના વોર્ડની સ્થિતિ જોઈને જરૂરી વાતચીત કરી હતી.

કોરોના વૉર્ડની મુલાકાતઃ રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલની અંદર જઈ જેતે વોર્ડ અને સાથે કોવિડ-19 હોસ્પિટલની પણ સમીક્ષા કરી હતી. સ્ટેમસેલમાં કાર્યરત કોરોના વોર્ડની પણ સમીક્ષા કરી હતી. તેમની સાથે હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉકટર ગણેશ ગોવેકર, આરએમઓ ડૉકટર કેતન નાયક અને મેડિકલ કોલેજના ડીન ડૉકટર ઋતુંભરા મહેતા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Surat News : ભાઈની પરિસ્થિતિ જોઈને મહિલાએ અનાથ દિવ્યાંગ બાળકો માટે ખોલી હોસ્ટેલ

વિવિધ મુદે રજૂઆતઃ આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડ ડોકટર ગણેશ ગોવેકરે જણાવ્યુંકે, હોસ્પિટલની મુલાકત કર્યા બાદ હોસ્પિટલના તબીબ અધિક્ષકો, અધિકારીઓએ હોસ્પિટલના લઈને અમે રજુવાત કરી હતી કે, હોસ્પિટલમાં છેલ્લાં ઘણા સમયથી હોસ્પિટલમાં કોમ્પ્યુટર ઓપરેટરોને સર્વર ડાઉનની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે દર્દીની સારવારમાં પણ વિલંબ થાય છે. જ્યારે હોસ્પિટલમાં સ્ટાફની અછત પણ વર્તાઈ રહી છે. અલગ અલગ વિભાગમાં પૂરતો સ્ટાફ નહીં હોવાથી અન્ય કર્મચારીઓ પર કામનું ભારણ વધી રહ્યું છે. અને તેમણે અમારી વાતો ને ધ્યાન માં લઈને આગામી 15 દિવસમાં આ બંને સમસ્યાનું નિરાકરણ લાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.