ETV Bharat / state

ડાયમંડ સિટી સુરતમાં સૌથી વધુ યુવા મતદારો, ગમે તે બેઠક પર ચહેરો બદલવાની ધરાવે છે ક્ષમતા

સમગ્ર રાજ્યમાંથી સૌથી વધુ યુવા મતદારો સુરત શહેરમાં (Youth Voters in Surat City) છે. અહીં કુલ 1,02,506 યુવા મતદારો આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે મતદાન કરશે. ત્યારબાદ બીજો નંબર ભાવનગર શહેરનો આવે છે.

ડાયમંડ સિટી સુરતમાં સૌથી વધુ યુવા મતદારો, ગમે તે બેઠક પર ચહેરો બદલવાની ધરાવે છે ક્ષમતા
ડાયમંડ સિટી સુરતમાં સૌથી વધુ યુવા મતદારો, ગમે તે બેઠક પર ચહેરો બદલવાની ધરાવે છે ક્ષમતા
author img

By

Published : Nov 22, 2022, 3:13 PM IST

સુરત સુરત એ ડાયમંડ સિટી (Diamond City Surat) તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. ત્યારે હવે સુરતની વધુ એક નવી ઓળખ સામે આવી છે. કારણ કે, સમગ્ર રાજ્યમાંથી સૌથી વધુ 1,02,506 યુવા મતદારો આ શહેરમાં છે. બીજી તરફ રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે રાજ્ય ચૂંટણી પંચે (Election Commission of Gujarat) વિશેષ વ્યવસ્થા કરી છે. ત્યારે આ વખતે રાજ્યમાં યુવા મતદારોની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો છે. ને તેમાં પણ સુરત શહેરમાં સૌથી વધુ યુવા મતદારો નોંધાયા છે, જેઓ આ વખતે ચૂંટણી માટે મતદાન કરશે.

ચૂંટણી પંચ યુવા મતદારોને કરી રહ્યું છે પ્રેરિત રાજ્યમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે. એક તરફ રાજ્યમાં રાજકીય પક્ષો (Political parties election campaign) ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. બીજી તરફ ચૂંટણી પંચ મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે. ખાસ કરીને યુવા મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ વખતે ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ યુવા મતદાતાઓ (Youth Voters in Surat City) છે.

યુવાનો ચહેરો બદલવાની ધરાવે છે ક્ષમતા સુરતના યુવા મતદાતાઓ સુરતની 16 વિધાનસભા બેઠકોનો ચહેરો બદલવાની ક્ષમતા ધરાવે છે. રાજ્યના ચૂંટણી વિભાગના આંકડાઓ મુજબ સુરતમાં 18 થી 21 વર્ષની વયજૂથના 1,02,506 યુવા મતદારો છે. ભાવનગર 45277 યુવા મતદારો (Youth Voters in Surat City) સાથે બીજા અને રાજકોટ 42973 મતદારો સાથે ત્રીજા ક્રમે છે.આ જિલ્લાઓમાં પ્રથમ તબક્કાના મતદાનમાં સૌથી ઓછા યુવા મતદારો ડાંગ જિલ્લામાં છે. ડાંગમાં 8680 યુવા મતદારો છે. આ ઉપરાંત પોરબંદરમાં 13561 યુવા મતદારો, તાપી જિલ્લામાં 13800 યુવા મતદારો નોંધાયા છે.

એફિડેવિટના બોર્ડ લગાવેલા છે આ ઉપરાંત કચ્છમાં 42,294 અને સુરેન્દ્રનગરમાં 39,437 યુવા મતદારો (Youth Voters in Surat City) છે. રાજ્ય ચૂંટણી વિભાગ (Election Commission of Gujarat) સુરતના યુવાનો સાથે મળીને તે વિસ્તારોમાં પણ જાગૃતિ ફેલાવી રહ્યું છે, જ્યાં ગત વખતે ઓછું મતદાન થયું હતું. ઘણી સરકારી કચેરીઓમાં એફિડેવિટના બોર્ડ લગાવેલા છે, જેના પર મતદારો કરી શકે છે.

નિયમમાં ફેરફાર ચૂંટણી પંચના (Election Commission of Gujarat) અગાઉના નિયમાનુસાર, 1 જાન્યુઆરીએ 18 વર્ષની ઉંમર પૂર્ણ કરનારા વ્યક્તિ મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકે છે. બાદમાં ચૂંટણી પંચે (Election Commission of Gujarat) 17 જૂન 2022ના રોજ રજિસ્ટ્રેશન ઓફ ઈલેક્ટર્સ રૂલ્સ 1960માં ફેરફાર કર્યા હતા. આ ફેરફાર મુજબ હવે યુવાનો (Youth Voters in Surat City) વર્ષમાં ચાર વખત પ્રથમ વખત મતદારોની યાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.