અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી(Gujarat assembly election 2022) માં પરિણામો માટેની મતગણતરી ચાલી રહી છે. કતારગામ બેઠક પર આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા હારી ગયાં છે. છે. પહેલા તબક્કામાં પહેલી ડીસેમ્બરે સુરતમાં કતારગામ વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું હતું. સુરત શહેરની કતારગામ બેઠક ( Katargam Assembly Seat ) પર ભાજપના વિનુ મોરડિયાને ( Gopal Italia Lose ) જંગી લીડથી જીતી ગયાં છે. કતારગામ બેઠક પર ગોપાલ ઇટાલિયાનો ગજ ન વાગ્યો ભાજપના વિનુ મોરડિયાએ મેદાન મારી લીધું છે. વિનુ મોરડિયાને 120342 મત મળ્યાં છે જ્યારે ગોપાલ ઇટાલિયાને 55713 મત મળ્યાં છે. આમ 64,629 મતની લીડ ઇટાલિયા કાપી શકે તેમ નથી. આ સીટ પર કુલ મત 206869 મત પડ્યાં હતાં. કોંગ્રેસના ઉમેદવાર કલ્પેશ વરિયાને 260807 મત મળ્યાં છે.
બેઠક પર જીતવું અઘરું ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat assembly election 2022)માં આમ આદમી પાર્ટી નવા પક્ષ તરીકે ઊભરી આવી હતી.ત્યારે ભાજપના પ્રદીપસિંહ જાડેજા સામે જૂતું ઉછાળીને લાઇમલાઇટમાં આવી ગયેલા ગોપાલ ઇટાલિયાને આગળ કરવામાં આવેલાં. આપના કન્વીનર અરવિંદ કેજરીવાલે ગોપાલ ઇટાલિયાને ગુજરાતમાં પાર્ટી સંગઠન જમાવવાની મોટી જવાબદારી આપી હતી. ગોપાલ ઇટાલિયાએ ચૂંટણીના છ માસ પહેલાં સંગઠનની નિમણૂકોનું કામ કરી આપ્યું ત્યારથી આપ માટે તે મોટા નેતા બની ગયાં હતાં. સુરતની કતારગામ બેઠક પાટીદાર આંદોલન વખતે વિરોધથી લાલચોળ હતી ત્યારે આ બેઠક ( Karatgam Assembly Seat) પર ભાજપ સિવાયના ઉમેદવાર માટે રસ્તો ખુલતો હતો જેથી ગોપાલ ઇટાલિયા આ બેઠકથી ચૂંટણી જંગમાં ઊતર્યાં હતાં. ( Katargam Assembly Seat ) તેમ છતાં આ બેઠક પર જીતવું હવે અઘરુ એટલા માટે છે કે પાટીદાર વર્ગની અનામતની માગ સંતોષાઇ ગઇ છે. તેના મુખ્ય નેતા હાર્દિક પટેલ ભાજપમાં આવી ગયાં છે. ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયા તરફે પાટીદારો વળે તે સ્વાભાવિક છે. જેથી ગોપાલ ઇટાલિયા માટે જીતવું ( Gopal Italia ) અઘરું છે. જોકે 8 ડીસેમ્બરે પરિણામ સૌની સામે આવી ગયું છે.
કતારગામમાં મતદાનની સ્થિતિ 1 ડીસેમ્બરે યોજાયેલા મતદાનમાં કતારગામ બેઠકમાં કુલ 64.07 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંંટણી 2017માં આ બેઠક પર 65.03 ટકા મતદાન નોંધાયું હતું. જેથી 2022ની ચૂંટણીમાં 0.96 ટકા મતદાન ઘટ્યું છે. ઓછા મતદાનને લઇને આ બેઠકમાં પણ જીતનું માર્જિન ઘટવાની સંભાવના હતી જોકે મોરડિયા સારી લીડથી જીત્યાં છે.
કાંટાની ટક્કર કતારગામ બેઠક ( Katargam Assembly Seat) પર આ વખતે ગોપાલ ઇટાલિયાની (Gopal Italia ) સામે કૉંગ્રેસના ઉમેદવાર કલ્પેશ વરિયા અને ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયાની કાંટાની ટક્કર રહી હતી. કતારગામ બેઠક પર પૂર્વ પ્રધાન સામે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખનો જંગ ( VIP Seats Of Surat ) શહેરી વિકાસ ખાતું ધરાવનાર ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન વિનોદ મોરડીયાની સામે હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પણ પાટીદાર છે. ત્યારે કતારગામ વિધાનસભા બેઠક પર પાટીદાર સમાજ અને પ્રજાપતિ સમાજ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. આ વખતે આ બેઠક પર ભાજપે પોતાના કેબિનેટના મંત્રીને રીપીટ કર્યા છે. બંને પાટીદાર સમાજથી આવે છે અને બંનેને જીતનો વિશ્વાસ હતો પરંતુ આ વિશ્વાસ ભાજપની ઝોળીમાં મતરુપે છલકાયો છે.
બેઠક પરનું સમીકરણ પાટીદાર સમાજના મોટાભાગના લોકો સુરતના કતારગામ વિધાનસભા (Katargam Assembly Seat )ક્ષેત્રમાં રહે છે, જે પાટીદાર મુખ્યત્વે ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી આવે છે અને તેમનો મુખ્ય વ્યવસાય ડાયમંડ અને ટેક્સટાઈલ છે. આ ઉપરાંત પ્રજાપતિ સમાજનું વર્ચસ્વ પણ આ વિધાનસભા વિસ્તારમાં છે. સાથે જ દલિત વર્ગ પણ મોટી સંખ્યામાં વસે છે. આ વિધાનસભા બેઠક પર કુલ 2,77,436 મતદારો છે. આ મતદારોમાં 1,54,779 પુરુષ મતદારો છે અને 1,22,657 મહિલા મતદારો છે. પાટીદાર સમાજના મોટાભાગના લોકો સુરતના કતારગામ વિધાનસભા ( Katargam assembly seat) ક્ષેત્રમાં રહે છે. મતવિસ્તારમાં પ્રજાપતિ સમાજનું વર્ચસ્વ પણ છે અને મોટી સંખ્યામાં દલિત વર્ગ પણ વસવાટ કરે છે. જે પાટીદાર ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી આવે છે તેમનો મુખ્ય વ્યવસાય ડાયમંડ અને ટેક્સટાઈલ છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પ્રજાપતિ સમાજમાંથી આવેલા નંદલાલ પાંડવ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર સમાજમાંથી આવેલા જીજ્ઞેશ મેવાસાને મેદાનમાં ઊભા રાખ્યા હતા. તેમ છતાં કોંગ્રેસે આ બંને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ગોપાલ ઇટાલિયાનો સંઘર્ષ ગોપાલ ઇટાલિયા (Gopal Italia AAP Leader) જૂન 2020માં આમ આદમી પાર્ટી ગુજરાતના (Aam Aadmi Party Gujarat) રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે જોડાયા હતા. તેમને 12 ડિસેમ્બર 2020ના રોજ પાર્ટીના રાજ્ય પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નવેમ્બર 2018માં સોશિયલ મીડિયા પર એક લાઇવ વિડિયોમાં ઇટાલિયાએ ખેડૂતો દ્વારા પાકને નુકસાન કરતા પ્રાણીઓને ડરાવવા માટે પ્લાસ્ટિકની બંદૂકનો ઉપયોગ કરવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.ગોપાલ ઇટાલિયાના પ્રમુખ તરીકેના કાર્યકાળ હેઠળ AAP ગુજરાતે ફેબ્રુઆરી 2021ની ગુજરાત સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ડેબ્યુ કર્યું હતું. AAPએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Surat Municipal Corporation) 27 અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક બેઠક જીતી હતી. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે પાર્ટીને તૈયાર કરવા માટે તેમને AAP ગુજરાતના અધ્યક્ષ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા હતા. ડીસેમ્બર 2021ની 186 હેડ ક્લાર્કની ભરતી માટેની લેખિત પરીક્ષામાં પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી.ત્યારે ગોપાલ ઇટાલિયાએ 500 AAP સભ્યો સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા અસિત વોરાને પરીક્ષાનું સંચાલન કરનાર ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેકશન બોર્ડના અધ્યક્ષ પદ પરથી હટાવવા માટે કમલમની બહાર વિરોધ કર્યો હતો. વિરોધ માટે ભાજપના નેતા દ્વારા દાખલ કરાયેલા કેસમાં જામીન મળતા પહેલા ગોપાલ ઈટાલિયા (Gopal Italia AAP Leader) અને અન્ય લોકોએ 10 દિવસ જેલમાં વીતાવ્યા હતાં.