સુરત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સુરતના કતારગામ વિધાનસભા (Katargam assembly seat) બેઠકથી ચૂંટણી લડશે, તેવી જાહેરાત દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટના માધ્યમથી કરી છે. નામ જાહેર થતા જ ગોપાલ ઇટાલીયા (Gopal Italia) સુરતના ડભોલી વિસ્તાર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યાં તેઓએ ઇટીવી સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અન્ય પાર્ટીઓની જેમ અમારી પાર્ટી વાત નથી કરતી. આમ આદમી પાર્ટી ગેરંટી આપે છે ગુજરાતમાં ચોકસથી આમ આદમી પાર્ટી સરકાર બનાવશે
ભારે હલચલ ગુજરાતમાં ચૂંટણીને ( gujarat assembly election 2022) લઇને ભારે હલચલ જોવા મળી રહી છે. આજે સવારે અરવિંદ કેજરીવાલે ટ્વિટના માધ્યમથી માહિતી આપી હતી કે સુરતની કતારગામ વિધાનસભાથી ગોપાલ ઈટાલીયા અને કરંજ વિધાનસભાથી પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. જે પછી ગોપાલ ઇટાલીયા સુરતના ડભોલી વિસ્તાર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. ઉલ્લેખનિય છે કે મંગળવારે આપ દ્વારા ચૂંટણી માટે ઉમેદવારોની 12મી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં કુલ સાત ઉમેદવારોનાં નામ જાહેરાત કરવામાં આવી હતી.
ઉમેદવારોની પસંદગી ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ તમામ પાર્ટીઓ ઉમેદવારની પસંદગી કરી રહ્યા છે. ત્યારે આજે સવારે કેજરીવાલે ઉમેદવારોની જાહેરાત કરી હતી. યુવાન નેતા કહીને ગોપાલ ઇટાલિયા સુરતના કતારગામ વિધાનસભા પરથી લડશે. તો મનોજ સોરઠીયાને (State Chief Minister Manoj Sorthia ) કરંજ વિધાનસભાથી ચૂંટણી લડશે. જાહેરાત થતાની સાથે ગોપાલ ઇટાલિયા સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા હતા.થોડા દિવસમાં આવી રહી ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી પણ એડી ચોટી જોર લગાવી રહી છે.થોડા દિવસ પહલા મુખ્યપ્રધાનનો ચહેરો જાહેર કર્યો હતો. જેમાં ઇશુદાન ગઢવીના નામની જાહેરાત કરાઇ હતી.
પોલિટિકલ સાયન્સની ડિગ્રી મેળવી ગોપાલ ઇટલીયાનો (Gopal Italia AAP Leader) જન્મ 21 જુલાઈ 1989ના રોજ ગુજરાતના બોટાદમાં થયો હતો. તેમણે તેમનો પ્રાથમિક અભ્યાસ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં અને માધ્યમિક અભ્યાસ ધોળા ગામમાં પૂર્ણ કર્યો હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાંથી (Gujarat University Ahmedabad) પોલિટિકલ સાયન્સની ડિગ્રી મેળવી છે.
પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરી જાન્યુઆરી 2013થી ગોપાલ ઇટાલિયાએ (Gopal Italia AAP Leader) અમદાવાદ પોલીસમાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં (Madhupura Police Station) કોન્સ્ટેબલ તરીકે કામ કર્યું, ત્યારબાદ વર્ષ 2014માં અમદાવાદ કલેક્ટર કચેરી હેઠળ ધંધુકા તાલુકા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની ઓફિસમાં રેવન્યૂ ક્લાર્ક તરીકે ફરજ બજાવી. તેઓ બેરોજગાર યુવાનોના અધિકારો તેમ જ નાગરિકોના અધિકારો માટે ઝુંબેશ ચલાવે છે. ઈટાલિયા જાન્યુઆરી 2017માં જાણીતા બન્યા. જ્યારે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન તેમણે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ફોન કર્યો અને ગુજરાતમાં દારૂ પ્રતિબંધ નીતિના ખૂલ્લેઆમ ઉલ્લંઘન અને જાહેરસેવકોની કથિત મિલીભગત વિશે તેમને ફરિયાદ કરી હતી. વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન પર જૂતું ફેંક્યું હતું માર્ચ 2017માં ગોપાલ ઈટાલિયા (Gopal Italia AAP Leader) પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકવા અને 'ભ્રષ્ટાચારથી દૂર'ના બૂમો પાડવા માટે સમાચારમાં હતા. વર્ષ 2018 અને 2020ની વચ્ચે ગોપાલ ઇટાલિયા સામાજિક સંસ્થા પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા હતા. વર્ષ 2018માં તેમણે બંધારણ કાયદા વિશે જાગૃતિ લાવવા માટે કાયદા કથા નામની જાહેર સભાઓનું આયોજન કર્યું હતું.
વીડિયો થયો હતો વાઈરલ ગોપાલ ઇટાલિયા (Gopal Italia AAP Leader) જૂન 2020માં આમ આદમી પાર્ટી ગુજરાતના (Aam Aadmi Party Gujarat) રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે જોડાયા હતા. તેમને 12 ડિસેમ્બર 2020ના રોજ પાર્ટીના રાજ્ય પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નવેમ્બર 2018માં સોશિયલ મીડિયા પર એક લાઇવ વિડિયોમાં ઇટાલિયાએ ખેડૂતો દ્વારા પાકને નુકસાન કરતા પ્રાણીઓને ડરાવવા માટે પ્લાસ્ટિકની બંદૂકનો ઉપયોગ કરવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.
કાર્યકાળ હેઠળ સ્થાનિક ચૂંટણી છવાયા ગોપલ ઇટાલિયાના પ્રમુખ તરીકેના કાર્યકાળ હેઠળ AAP ગુજરાતે ફેબ્રુઆરી 2021ની ગુજરાત સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ડેબ્યુ કર્યું હતું. AAPએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Surat Municipal Corporation) 27 અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક બેઠક જીતી હતી. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે પાર્ટીને તૈયાર કરવા માટે તેમને AAP ગુજરાતના અધ્યક્ષ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ભારે વિરોધ પાછળ 10 દિવસ જેલમાં 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી 186 હેડ ક્લાર્કની ભરતી માટેની લેખિત પરીક્ષામાં 88,000 ઉમેદવારોએ હાજરી આપી હતી. પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી. ગોપાલ ઇટાલિયાએ 500 AAP સભ્યો સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા અસિત વોરાને પરીક્ષાનું સંચાલન કરનાર ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેકશન બોર્ડ ના અધ્યક્ષ પદ પરથી હટાવવા માટે કમલમની બહાર વિરોધ કર્યો હતો. વિરોધ માટે ભાજપના નેતા દ્વારા દાખલ કરાયેલા કેસમાં જામીન મળતા પહેલા ગોપાલ ઈટાલિયા (Gopal Italia AAP Leader) અને અન્ય લોકોએ 10 દિવસ જેલમાં વિતાવ્યા હતા.