ETV Bharat / state

Gujarat Assembly Election 2022 : બારડોલી વિધાનસભામાં હળપતિ મતદારો નક્કી કરે છે ઉમેદવારોનું ભાવિ - તરુણ વાઘેલાની બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો સુરતની બારડોલી વિધાનસભા બેઠક (Bardoli Assembly Seat ) વિશે.

Gujarat Assembly Election 2022 : બારડોલી વિધાનસભામાં હળપતિ મતદારો નક્કી કરે છે ઉમેદવારોનું ભાવિ

author img

By

Published : May 22, 2022, 6:00 AM IST

બારડોલી: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Assembly Election 2022)ટાણું સામે આવી ઊભું છે ત્યારે સુરતની બારડોલી વિધાનસભા બેઠક (Bardoli Assembly Seat )વિશે કેટલીક વાતો જાણીએ. સરદારની કર્મભૂમિ બારડોલીનું સુરત જિલ્લાના રાજકારણમાં સારું એવું પ્રભુત્વ રહેલું છે. સુરત જિલ્લાના રાજકારણને લગતી રણનીતિ બારડોલીથી જ નક્કી થતી હોય છે. રાજકીય પક્ષોએ પણ જિલ્લાના વડામથક તરીકે બારડોલીને સ્વીકારેલું છે. વલ્લભભાઈ પટેલને સરદાર બનાવનાર બારડોલીની આજે રાજ્યના સમૃદ્ધ પ્રદેશોમાં ગણતરી થાય છે. તેનું મુખ્ય કારણ NRI અને વિસ્તારમાં વિકસેલી સહકારી પ્રવૃત્તિ છે. આ ઉપરાંત વિધાનસભા વિસ્તારમાં આવેલા પલસાણા તાલુકામાં ઔદ્યોગિક વિકાસે પણ સમૃદ્ધિના નવા દ્વાર ખોલ્યા છે.

બારડોલી બેઠકની ડેમોગ્રાફી - બારડોલી બેઠક (Bardoli Assembly Seat )અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર થયા બાદ બારડોલી વિધાનસભા બેઠક (Assembly seat of Bardoli ) પર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. 2012 અને 2017 એમ સતત બે ટર્મથી ભાજપના ઈશ્વર પરમાર આ બેઠક પર જીતતા આવ્યા છે. 2012 પહેલાં અનુસૂચિત જનજાતિ માટે અનામત રહેલી બારડોલી બેઠક નવા સીમાંકન બાદ અનુસૂચિત જાતિ માટે અનામત થઈ ત્યારબાદથી અહીં ભાજપનું પ્રભુત્વ વધી ગયું છે. સીમાંકન બાદ બારડોલી વિધાનસભામાં બારડોલી નગરપાલિકા ઉપરાંત બારડોલી તાલુકાના 58 ગામો, પલસાણા તાલુકાના તમામ ગામો અને ચોર્યાસી તાલુકાના 19 ગામોનો સમાવેશ થાય છે.

ચૂંટણીમાં આટલા મતો કોની તરફેણમાં પડશે?
ચૂંટણીમાં આટલા મતો કોની તરફેણમાં પડશે?

અત્યાર સુધીની ચૂંટણીઓના પરિણામ- વર્ષ 2012માં નવા સીમાંકનને આધારે લડાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધા બાદ સતત બે ટર્મથી ભાજપે જાળવી રાખી છે. 2012માં ભાજપના ઈશ્વર પરમારને 81049 (54.26%)જ્યારે કોંગ્રેસના નિતિન રાણાને 58777 (39.35%)મતો મળ્યા હતા. ઈશ્વરભાઈએ 22272 મતોથી નિતિન રાણાને માત આપી હતી.

2017માં આ બેઠક પર ભાજપની જીત થઇ હતી
2017માં આ બેઠક પર ભાજપની જીત થઇ હતી

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : અમિત શાહની ગણાતી બેઠકમાં આ વખતે પાટીદારોનો ઝોક ભાજપ તરફી રહેશે?

2017ની વાત કરવામાં આવે તો ભાજપે તેમના હાલના ધારાસભ્ય ઈશ્વર પરમારને જ ફરી ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે ઉમેદવારને બદલી યુવા અગ્રણી તરુણ વાઘેલા પાસે ઉમેદવારી કરાવી હતી. પરંતુ તે પણ કોંગ્રેસને ફળ્યું ન હતું. કોંગ્રેસે 34854 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં (Gujarat Assembly Election 2017 )ઈશ્વર પરમારને 97774 જ્યારે કોંગ્રેસના (Tarun Vaghela Seat) તરુણ વાઘેલાને 59920 મતો મળ્યા હતા. ઈશ્વરભાઈને (Ishwar Parmar Seat) મળેલા મતોની ટકાવારીમાં 2012ની સરખામણીએ 4.29 ટકાનો વધારો થયો હતો એટલે કે તેમને 58.55 ટકા મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસની ટકાવારીમાં 2.33 ટકાના ઘટાડા સાથે કુલ 37.02 ટકા મત મળ્યા હતા.

બારડોલી વિધાનસભા બેઠક પર મતદારો -બારડોલી મતદાન વિસ્તારમાં (Bardoli Assembly Seat )કુલ 263925 મતદારો નોંધાયેલા છે. જેમાંથી 136978 પુરુષ અને 126943 સ્ત્રી મતદારો તેમજ 4 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ખાસ કરીને બારડોલી વિધાનસભામાં કોની સરકાર (Gujarat Assembly Election 2022)બનશે તેનો મદાર હળપતિ સમાજ કઈ તરફ છે તેના પર રહેલો છે. કોંગ્રેસના પરંપરાગત મતદાર તરીકે ગણના પામતા હળપતિ સમાજનો છેલ્લી બે ટર્મથી ભાજપ તરફનો ઝોક વધ્યો છે. બારડોલી વિધાનસભામાં હળપતિ મતદારોની સંખ્યા સૌથી વધુ છે. જે લગભગ 60 હજાર જેટલી થાય છે. જે કુલ મતદારોના અંદાજિત 25 ટકા જેટલી થાય છે. આ ઉપરાંત પાટીદાર અને અનુસુચિત જાતિના મતદારો પણ અસર કરી શકે છે.

સુરત જિલ્લામાં બારડોલી વિશિષ્ટ મહત્વ ધરાવે છે

બેઠકની ખાસિયત -બારડોલી વિધાનસભા બેઠકની (Bardoli Assembly Seat )ખાસિયત એ છે કે આ વિસ્તારને સમૃદ્ધ વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. બારડોલી સત્યાગ્રહને કારણે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બારડોલી ખેતી અને ઔદ્યોગિક આમ બંને રીતે સમૃદ્ધ છે. આ વિસ્તારમાં હવે બુલેટ ટ્રેન પણ પસાર થવાની હોય વિકાસની ગતિ ઓર તેજ બનશે. પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેનનું સૌથી પહેલું સ્ટેશન બારડોલી વિધાનસભા વિસ્તારમાં આવેલા અંત્રોલી ખાતે નિર્માણ પામશે. આ ઉપરાંત બારડોલી ખાતે એશિયાનું સહકારી ક્ષેત્રનું સૌથી મોટું ખાંડ કારખાનું આવેલું છે. વિસ્તારના લગભગ દરેક ગામમાંથી મોટી સંખ્યામાં લોકો USA, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા અને કેનેડા જેવા દેશોમાં સ્થાયી થયા છે. તેઓ પણ પોતાના વતનનું ઋણ ચૂકવી વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યા છે. બારડોલીના પાતરા વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ઉપરાંત ખૂચડી, ખમણ, બટાકા પૌવા અને ઘૂઘરા પણ વખણાય છે. પલસાણા અને કુંભારિયાના ગોટા ખાવા માટે પણ લોકો પડાપડી કરતાં હોય છે. તો કડોદરા ચાર રસ્તાની ચા પીવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : ઈડરના મતદારોનો ધારાસભ્ય સામેનો રોષ ભાજપ માટે ભયકારી

બારડોલી વિધાનસભા બેઠકના પ્રશ્નોના ઉકેલની માગ -વિધાનસભા વિસ્તારના (Bardoli Assembly Seat )અમુક છેવાડાના ગામોને બાદ કરતાં અહીં લગભગ મોટા ભાગના ગામોમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ છે. બારડોલી વિધાનસભા વિસ્તારમાં સૌથી મોટો પલસાણા તાલુકામાં ઔદ્યોગિક વિસ્તારને કારણે વધી રહેલા પ્રદૂષણનો છે. સાથે જ ઔદ્યોગિક વિસ્તારમાં નાગરિકોની સુરક્ષા પણ એક ખૂબ મોટો પ્રશ્ન છે. પલસાણા અને કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં વધી રહેલા ક્રાઇમ રેટ બારડોલીની સમૃદ્ધિ માટે કાળી ટીલી સમાન છે. વરેલી, જોળવા, તાતીથૈયા, કડોદરા વિસ્તારમાં રોજગારી માટે અન્ય રાજ્યમાંથી મોટા પ્રમાણમાં લોકો અહીં આવીને વસ્યા છે. આ વિસ્તારોમાં વધી રહેલી ગુનાખોરી પર અંકુશ આવે તેવી પણ માગ વિસ્તારના લોકોની છે.

બારડોલી જેવા વિસ્તારની આગવી માગણીઓ
બારડોલી જેવા વિસ્તારની આગવી માગણીઓ

બીજીતરફ ખેડૂતોની પોતાની સમસ્યાઓ છે જેનો ઉકેલ જોઇએ (Gujarat Assembly Election 2022) છે. જેમ કે બારડોલી અને પલસાણા તાલુકો ખેતીથી સમૃદ્ધ છે. બારડોલીમાં આવેલી એશિયાની સૌથી મોટી સહકારી ક્ષેત્રની ખાંડ મિલને કારણે વિસ્તારમાં શેરડીની ખેતી મોટા પ્રમાણમાં થાય છે અને તેના થકી ખેડૂતોની સમૃદ્ધિ પણ વધી છે. જો કે સરકારની આવક ડબલ કરવાની વાત શેરડીના ભાવો બાબતે પોકળ સાબિત થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ખેડૂતોને મોંઘવારીના પ્રમાણમાં શેરડીના ટનદીઠ ભાવો ન મળતા હોવાથી ખેડૂતોમાં (Bardoli Assembly Seat ) થોડા અંશે નારાજગી જોવા મળી રહી છે. આ ઉપરાંત થોડા સમયથી ખેડૂતોને સિંચાઇ માટેની વીજળીમાં વારંવાર કાપની પણ સમસ્યા સતાવી રહી છે.

દાસ્તાન ફાટક પરનો ઓવરબ્રિજ લોકો માટે માથાનો દુઃખાવો- બારડોલી (Bardoli Assembly Seat ) સુરત રોડ પર પલસાણા તાલુકામાં ઔદ્યોગિક વિકાસ થયો છે. બારડોલી અને આજુબાજુના ગામડાના લોકોને કડોદરા તરફ જવા માટે વાહન વ્યવહારની સુવિધા તો છે પરંતુ છેલ્લા 5 વર્ષથી બની રહેલો દાસ્તાન ફાટક પરનો ઓવરબ્રિજ લોકો માટે માથાનો દુઃખાવો બની રહ્યો છે. 5 વર્ષ છતાં કામ પૂર્ણ ન થતાં વાહનચાલકોને ફાટક પર અવરજવર માટે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રેલવે ઓવરબ્રિજ બની જાય તો રોજગારી માટે બારડોલી ઉપરાંત તાપી જિલ્લામાંથી સુરત અને કડોદરા તરફ જતાં લાખો યુવાઓનો સમય અને ઈંધણની બચત થઈ શકે એમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.