ETV Bharat / state

116 કરોડોના GST કૌભાંડ! ખોટી પેઢી ઉભી કરનારી આખી પલટ ઝડપાય - GST scam in Surat

સુરતની ઈકો સેલે સૌથી મોટું GST કૌભાંડ ઝડપી (GST scam in Surat) પાડ્યું છે. 21 ડમી કંપનીઓ ઉભી કરીને 116 કરોડથી વધુની GST ચોરી ઝડપી પાડવામાં આવી છે. જેને લઈને 14 જેટલા આરોપીઓની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.(Surat Eco cell raids)

116 કરોડોના GST કૌભાંડ! ખોટી પેઢી ઉભી કરનારી આખી પલટ ઝડપાય

author img

By

Published : Nov 9, 2022, 2:13 PM IST

સુરત : બોગસ દસ્તાવેજોને આધારે ડમી પેઢીઓના નામે GST રજીસ્ટ્રેશન નંબર મેળવી ગેરકાયદેસરના નાણાકીય વ્યવહાર કરી સરકારને GST ક્રેડિટ મેળવી કરોડો રૂપિયાનો આર્થિક નુકશાન પહોંચાડનાર ગેંગનો સુરત ઇકો સેલ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં 117 કરોડનું કૌભાંડ આચરવામાં (GST scam in Surat) સામે આવ્યું હતું. જેને લઈને અત્યાર સુધી 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જોકે મુખ્ય આરોપી હજુ પણ પોલીસ ગિરફ્તથી ભાગી રહ્યા છે. (Surat Eco cell raids)

બોગસ દસ્તાવેજોને આધારે ડમી પેઢીઓના નામે 116 કરોડની ટેક્સ ક્રેડિટ મેળવનાર ગેંગના 14 આરોપી ઝડપાયા

વિવિધ શહેરમાં એક સાથે દરોડા મળતી માહિતી મુજબ સુરત ઇકોનોમિક સેલને માહિતી મળી હતી કે સુરત અને ભાવનગરના ભેજાબાજ કેટલાક લોકો બોગસ દસ્તાવેજોના આધારે ડમી પેઢીઓ ઊભી કરવામાં આવી રહી છે. આ ડમી પેઢીઓના આધારે GST રજીસ્ટ્રેશન નંબર મેળવીને સરકાર પાસે કરોડો રૂપિયાની ટેક્સ ક્રેડિટ મેળવી આર્થિક નુકસાન કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે અમદાવાદ, ભાવનગર, રાજકોટ, મોરબી, જુનાગઢ સહિતના શહેરોમાં એક સાથે રેડ પાડી હતી. આ ઓપરેશનને GST નામ આપવામાં આવ્યું હતું. (Dummy company scam in Surat)

8 પેઢીઓનું ટન ઓવર 106 કરોડ આ અંગે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, પોલીસ તપાસ દરમિયાન ટોરેન્ટ, DGVCL કંપનીના ખોટા બિલો, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અપલોડ કરી બનાવટી દસ્તાવેજો બનાવીને ડમી પેઢીઓ ઉભી કરી GST નંબર મેળવતા હતા. બાદમાં ખોટા બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી સરકારને ચૂનો ચોપડતા હતા. પ્રાથમિક તપાસમાં 8 પેઢીઓનું ટન ઓવર 106 કરોડ, 13 પેઢીઓનું 733 કરોડ, આ સિવાય 144 પેઢીઓનું 420 કરોડ હતું. જેમાં 116 કરોડની ટેક્સ ક્રેડિટ મેળવી હતી. (GST scam based on bogus documents)

રેડ દરમિયાન રીકવર કરેલ મુદ્દામાલ આ સમગ્ર મામલે રેડ દરમિયાન 16 લેપટોપ, 25 મોબાઈલ, 2 લાખ રોકડ, 18 ચેક, 3 ચેકબુક, 9 ડેબિટ કાર્ડ, 24 એટીએમ કાર્ડ, 6 પાન કાર્ડ 69 અલગ અલગ પેઢીઓના રબર સ્ટેમ્પ જપ્ત કર્યા છે. તેમજ ખોટા દસ્તાવેજોના આધારે ડમી પેઢીઓ બનાવી તેના નામે GST રજીસ્ટ્રેશન નંબર મેળવી તે પેઢીનું બેન્ક એકાઉન્ટ ખોલાવી, ખોટા બિલો બનાવી, ગેરકાયદેસરના નાણાકીય વ્યવહારો કરી GST પોર્ટલમાં ખોટી ફાઇલીગ કરી ગેરકાયદેસર રીતે ટેક્સ ક્રેડિટ મેળવતા હતા. (Illegal tax credit in Surat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.