સુરત: પાસોદરામાં ગ્રિષ્મા વેકરિયાની કરપીણ હત્યા (Grishma Murder Case)કરવા માટે આરોપી ફેનિલે એકે-47 રાઇફલ ખરીદવા પણ વેબસાઇટ સર્ચ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તે હિંસક વેબ સિરીઝ પણ જોતો હતો અને હત્યા કરવા માટે અનેક વખત ઈન્ટરનેટ સર્ચ કર્યું હતું.
હત્યા માટે આરોપી ફેનિલે પ્લાન બી પણ તૈયાર હતો
ગ્રિષ્માની હત્યા માટે આરોપીફેનિલે પ્લાન બી પણ તૈયાર(Surat murder case ) કર્યું હતું. જો એક ચપ્પુ કોઈ છીનવી લે તો બીજા ચપ્પુથી તેણે મારવા માટે પ્લાન બનાવ્યું હતું. સુરત કામરેજ પોલીસ આ કેસમાં કોર્ટમાં 1000થી વધુ પાનાનું ચાર્જશીટ રજૂ કરશે. જેમાં 150 સાક્ષી, 25 પંચનામા, ફેનિલના મોબાઇલમાંથી મળેલા પુરાવા તેની ઓડિયો ક્લિપનો એફએસએલનો રિપોર્ટ વગેરે સહિતના પુરાવા ભેગા કરાયા હતા.
આ પણ વાંચોઃ Surat Grisma Murder Case: ગ્રીષ્મા મર્ડર કેસના આરોપી ફેનિલને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન
હત્યા કઈ રીતે કરી શકાય તે માટે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું
આ સમગ્ર મામલે એસીપી બીકે વનારે જણાવ્યું હતું કે આરોપીએ ગ્રિષ્મામાંની હત્યા કરવા પહેલા AK- 47 રાઈફલ ખરીદવા પણ મોબાઈલમાં વેબસાઇટ પર સર્ચ કર્યું હતું. ચાકુ લેવા માટે તેણે Flipkart પર ઓર્ડર પણ આપ્યા હતા જે પછી કેન્સલ કરી દીધો હતો. હત્યા કઈ રીતે કરી શકાય તે માટે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું. હથિયારો કઈ રીતે ઓનલાઇન મળી શકે અને કઈ રીતે તેનો ઉપયોગ થાય એ પણ જાણ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ એક પ્રકારની વાયલન્ટ સાઇકોલોજી છે પ્રિ-પ્લાનટન્બ્રુટલ મર્ડર કહી શકાય.
આ પણ વાંચોઃ Grisma Murder Case: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ વખતે પોલીસને જોઈને રડવા લાગ્યો ગ્રીષ્માંનો હત્યારો