સુરત : શહેરમાં એક વકીલે પોતાના લગ્નની અનોખી કંકોત્રી બનાવી છે. જેમાં લગ્નની તારીખ (marriage kankotri in Surat) અને સ્થળની સાથે સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની બહાર સરકારી યોજનાઓ ઉલ્લેખિત છે. વકીલ કાર્તિક રાદડિયાએ ડિજિટલ કંકોત્રી બનાવી છે. જેથી તેના કંકોત્રીના માધ્યમથી સરકારી યોજનાઓ અંગે લોકો અને સમાજને એક સંદેશ પહોંચાડી શકાય અને તે ઉપયોગી બની રહે.(Lawyer marriage card in Surat)
લગ્નની અનોખી કંકોત્રી ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ગીર વતની અને હાલ સુરતના વરાછા વિસ્તારમાં રહેતા કાર્તિક રાદડિયાએ પોતાની કંકોત્રી પણ આવા જ એક સમાજના અને લોકોને ઉપયોગી થાય તે રીતે બનાવી છે. તેઓ વકીલ છે અને તેમના માતા પિતા શિક્ષિત નહોતા. તેઓને વિચાર આવ્યો કે જો તેમના માતા પિતાને સરકારી યોજના અંગે જાણકારી હોત તો તેમના પરિવાર માટે ઉપયોગી સાબિત થઈ હોત. આવા અનેક પરિવાર અને લોકો છે જેમને સરકારી યોજના અંગે જાણકારી નથી. તેથી તેમણે પોતાના લગ્નમાં સરકારની વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપતી ડિજિટલ કંકોત્રી તૈયાર કરી છે. (marriage kankotri design)
આ પણ વાંચો સુરતમાં ખેડૂતની દીકરીના અનોખા લગ્ન; ઓર્ગનિક રસોઈ સાથે ગીર ગાયનું કન્યા'દાન'
નાના ગામડાઓમાં સુધી પહોંચશે આ અંગે કાર્તિક રાદડિયાએ જણાવ્યું હતું કે, ડિજિટલ કંકોત્રીમાં 12 જેટલી સરકારી યોજના અંગે માહિતી છે. જે લોકો માટે ઉપયોગી બની રહેશે. ભારત અને રાજ્ય સરકાર દ્વારા અનેક (Marriage in Surat) ક્ષેત્રો જેના શિક્ષણ, આરોગ્ય, મહિલા સહિત બાળ વિકાસ માટેની જે યોજનાઓ છે. તેના પ્રચાર પ્રસાર માટે એક કદમ છે. ડિજિટલ પ્લેટફોર્મ થકી આ યોજના રાજ્યના નાના ગામડાઓમાં સુધી પહોંચશે. (wedding card design)
આ પણ વાંચો સુરતની એક લગ્ન કંકોત્રીમાં સુભાષચંદ્ર, ભગતસિંહની ઝલક મળી જોવા
તો મારા પ્રયત્નોને સફળ માનીશ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારી લગ્ન કંકોત્રી મારા મિત્રોએ ફેસબુક, વોટ્સઅપ જેવા સોશિયલ મીડિયા મારફતે શેર કરી હોવાથી આજે ઘણા લોકો સુધી પહોંચી ચુકી છે. જો આ કંકોત્રી બધા લોકોમાંથી માત્ર 10 ટકા લોકોને કંઈ મદદરૂપ થશે તો હું મારા પ્રયત્નોને સફળ માનીશ. મારી કંકોત્રીમાં સરકારની 12 યોજનાઓનો સમાવેશ કર્યો છે. (Kankotri with government scheme in Surat)