ETV Bharat / state

તંત્રનું માત્ર શહેર પર જ ધ્યાન, સુરત ગ્રામ્ય વિસ્તાર રામ ભરોસે - Total cases of corona

સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના બેકાબુ બન્યો છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા માત્ર સુરત શહેર પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હોય સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર રામ ભરોસે જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આવેલી 4 નગરપાલિકા સહિત અન્ય ગ્રામીણ વિસ્તારોમાં કોઈ નિયમન નહિ હોવાથી લોકો બેરોકટોક ફરી રહ્યા છે. જેને કારણે કોરોના વધુ વકરવાની સંભાવના પણ સેવાઇ રહી છે.

સુરત ગ્રામ્યમાં પણ કોરોનાના કેસમાં વધારો

author img

By

Published : Mar 23, 2021, 10:56 PM IST

  • છેલ્લા પાંચ દિવસથી જિલ્લામાં રોજ 100થી વધુ કેસ નોંધાય છે
  • ચૂંટણી બાદ કોરોનાના કેસમાં અચાનક વધારો થતાં લોકોમાં દહેશત
  • ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના બેકાબુ

સુરતઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થતાં જ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેથી લોકોમાં દહેશતનો માહોલ છે. ખાસ કરીને વેક્સિનેશન બાદ પણ રાજકીય નેતાઓ અને સરકારી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ કોરોનાનો ભોગ બની રહ્યા છે. સુરત શહેરની સાથે સાથે જિલ્લામાં પણ કોરોના જેટ ગતિએ આગળ વધી રહ્યો છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા માત્ર શહેરમાં વસતા લોકોનો જ જીવ વ્હાલો હોય તેમ માત્ર શહેરી વિસ્તાર પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રોજબરોજ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેમ છતાં ગ્રામીણ લોકોની તંત્ર દ્વારા અવગણના કરવામાં આવી રહી હોવાનો અનુભવ થઈ રહ્યો છે.

ડૉ.હેતલ ચૌધરી
ડૉ.હેતલ ચૌધરી

ગ્રામ્ય વિસ્તારમાં વહીવટી તંત્ર નિષ્ક્રિય

દિનપ્રતિદિન વધી રહેલા કેસ છતાં વહીવટી તંત્ર તદ્દન નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે. ક્વોરોન્ટાઇન પણ કાગળ પર જ થતું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ તંત્ર અને સરકાર પણ માત્ર સુરત શહેરને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે. શહેરમાં કોરોના કાબુમાં લાવવા માટે વિશેષ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તરફ કોઈનું ધ્યાન જતું નથી. ગ્રામ્ય વિસ્તારના લોકો ભગવાન ભરોસે હોવાનો અનુભવ કરી રહ્યા છે.

સુરત ગ્રામ્યમાં પણ કોરોનાના કેસમાં વધારો
સુરત ગ્રામ્યમાં પણ કોરોનાના કેસમાં વધારો

આ પણ વાંચોઃ સુરતના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ કોરોના સંક્રમિત વિસ્તારોની મુલાકાત લીધી

બારડોલીમાં શૈક્ષણિક સંસ્થાઓ પણ ચાલુ

બારડોલી અને આજુબાજુના વિસ્તારોમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. બારડોલીને દક્ષિણ ગુજરાતનું શૈક્ષણિક હબ માનવામાં આવે છે. ત્યારે અહીં આવેલી સંસ્થાઓમાં સુરત અને અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો અવરજવર કરતા હોય છે. જેને કારણે શાળા કોલેજોમાં પણ કોરોનાનું સંકટ ટોળાય રહ્યું છે. સુરત શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. તો જિલ્લા માટે કેમ કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવતી નથી તે અંગે પણ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે.

સુરત ગ્રામ્યમાં અત્યાર સુધીમાં 13 હજાર 982 કેસ નોંધાયા

સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 13,982 કેસ નોંધાઈ ચુક્યાં છે. છેલ્લા પાંચ દિવસથી સતત 100ની ઉપર પોઝિટિવ કેસ આવી રહ્યા છે. મંગળવારના રોજ પણ જિલ્લામાં 101 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 287 દર્દીઓના કોરોનાથી મોત થયા છે.

23-03-2021ના રોજ નોંધાયેલા કેસ

તાલુકોઆજના કેસઅત્યાર સુધીના કુલ કેસ કુલ મોત
ચોર્યાસી182726 38
ઓલપાડ 13 174440
કામરેજ26 2876 93
પલસાણા 16 188526
બારડોલી15 227040
મહુવા 15986
માંડવી7599 18
માંગરોળ5119925
ઉમરપાડા 087 1
કુલ 101 13982 287

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.