ETV Bharat / state

સુરત સિવિલ હોસ્પિટલની સફળતા, શ્રમિકની પાંચ વર્ષની દીકરીને મળ્યું જીવન દાન

સુરત:શહેરના પારલે પોઇન્ટ વિસ્તારમાં આવેલા બંગલા નજીક બાંધકામની સાઈટ પર કામ કરી રહેલા શ્રમિકની પાંચ વર્ષની દીકરી દાદર ઉતરી રહી હતી. જે દરમિયાન દાદર પરથી નીચે પટકાતા 8 થી 9 ફૂટ સુધીનો સળીઓ બાળકીના પેટને ચીરી આરપાર થઈ ગયો હતો. જો કે, બાળકીને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં તબીબોની ટીમ દ્વારા સફળતાપૂર્વક સર્જરી કરી બાળકીને નવજીવન આપવામાં આવ્યું.

author img

By

Published : Jun 22, 2019, 7:43 PM IST

ggg

કહેવત છે કે, તબીબ ભગવાનનું બીજું રૂપ ગણાય છે, ત્યારે આ કહેવત સુરત સિવિલ હોસ્પિટલના તબીબો આજે સાર્થક કરી બતાવી છે. સુરતના પારલે પોઇન્ટ વિસ્તારમાં આવેલા જોલી બંગલો નજીક બાંધકામની સાઈટ ચાલી રહી હતી. તે સાઈટ પર કામ કરતા સુરજ રાઉત નામના શ્રમિકની પાંચ વર્ષની દીકરી પણ હાજર હતી. પાંચ વર્ષની માસુમ શર્મિલા રાઉત બાંધકામની સાઈટના દાદર પરથી નીચે ઉતરી રહી હતી, જે દરમિયાન તે દાદર પરથી નીચે પટકાતા તેણીના શરીરના પેટની આરપાર 8 થી 9 ફૂટ સુધીનો સળીઓ ગરકાવ થઈ ગયો હતો. આ ઘટના બનતા ત્યાં હાજર લોકોઈ સૌ પ્રથમ તો 108ને જાણ કરતાં 108ની ટીમ પણ ત્યાં તાત્કાલિક દોડી આવી હતી. જો કે બાળકીના પેટની જમણી બાજુથી આરપાર થયેલા સળિયાની લંબાઈ વધુ હોવાથી તેને તુરંત જ કટર મશીનથી કાપવામાં આવ્યો હતો. છતાં બાળકીના પેટની આરપાર 4 ફૂટ સુધીનો સળિયો ફસાયેલો હોય તેથી તાત્કાલિક સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

સુરતમાં શ્રમિકની પાંચ વર્ષની દીકરીને મળ્યું જીવન દાન,

હોસ્પિટલના તબીબો પણ બાળકીની આટલી સહનશીલતાને જોઈ આશ્ચયમાં પડી ગયા હતા. જ્યાં બાળકીને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડીને સાત તબીબોની ટીમ દ્વારા અડધો કલાકની જહેમત બાદ બાળકીનું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. સળીયો આશરે 1 સેમી પોહળો હતો. જેમાં બાળકીના પેટની અંદર અન્ય અવયવોને નુકસાન નહીં થાય તે પ્રમાણે તબીબોની ટીમ દ્વારા સિફળતાપૂર્વક સાડા ત્રણ થી ચાર ફૂટના સળિયાને બહાર કાઢી નવજીવન આપવામાં આવ્યું હતું. જો કે તેના લીવર, કિડની કે આતરડાને કોઈ ઇજા થઇ નથી અને ઓપરેશન દરમિયાન ડોકટરો સળિયો ખેંચીને કાઢ્યો હતો તો ડૉક્ટર પણ આને ચમત્કાર માની રહ્યા છે.

બાળકીની હાલત જોઈ પરિવારના પગ તળેથી જમીન સરકી પડી હતી. જો કે આ પરિવાર માટે સુરત સિવિલ હોસ્પિટલના તબીબો ભગવાન સમાન સાબિત થયા છે તો બાળકીને નવજીવન મળ્યું છે. તબીબોના આ કામને સુરત સિવિલ હોસ્પિટલના અન્ય સ્ટાફ સહિત પરિવારે પણ બિરદાવ્યું હતું. હાલ બાળકીની હાલત સુધારા પર છે તો પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો છે. દક્ષિણ ગુજરાતની એકમાત્ર સુરત સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવતી રહે છે પરંતુ તેની સાથે આ હોસ્પિટલમાં આવા કિસ્સાઓ પણ બને છે જ્યાં તબીબો દર્દીઓ માટે ભગવાન સમાન સાબિત થાય છે. જે વાતમાં કોઈ બેમત નથી.

R_GJ_05_SUR_22JUN_BADKI_SADIYA_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : તબીબ ને ભગવાનનું બીજુ રૂપ માનવામાં આવે છે.અને સુરત સિવિલ હોસ્પિટલના ડોકટરોએ ચમત્કાર કરી બતાવ્યું છે.આવી જ કંઈક ઘટના સુરત માં જોવા મળી છે.જ્યાં જીવન - મરણ વચ્ચે ઝોલા ખાતી એક પાંચ વર્ષની બાળકી ને સુરત નવી સિવિલ હોસ્પિટલ ના તબીબીએ મોત ના મુખમાંથી ઉગારી જીવનદાન આપ્યું છે.સુરત ના પારલે પોઇન્ટ વિસ્તારમાં આવેલ બંગલા નજીક બાંધકામ ની સાઈટ પર કામ કરી રહેલા શ્રમિક ની પાંચ વર્ષની દીકરી દાદર ઉતરી રહી હતી.જે દરમ્યાન દાદર પરથી નીચે પટકાતા આઠ થી નવ ફૂટ સુધીનો સળીઓ બાળકીના પેટને ચીરી આરપાર થઈ ગયો.જ્યાં ત્યાં હાજર લોકોએ તાત્કાલિક અડધો સળિયો કટ્ટર મશીન થી કાપી સાડા ત્રણ થી ચાર ફૂટ સુધી પેટની આરપાર રહેલા સળિયા સાથે બાળકીને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.જ્યાં તબીબોની  ટિમ દ્વારા સફળતાપૂર્વક સર્જરી કરી બાળકીને નવજીવન આપવામાં આવ્યું.

સુરત ના પારલે પોઇન્ટ વિસ્તારમાં આવેલ જોલી બંગલો નજીક બાંધકામ ની સાઈટ ચાલી રહી હતી.અહીં સાઈટ પર કામ કરતા સુરજ રાઉત નામના શ્રમિકની પાંચ વર્ષની દીકરી પણ હાજર હતી.પાંચ વર્ષની માસૂમ શર્મિલા રાઉત બાંધકામ ની સાઈટ ના દાદર પરથી નીચે ઉતરી રહી હતી,જે દરમ્યાન તે દાદર પરથી નીચે પટકાતા તેણીના શરીર ના પેટની આરપાર આઠ થી નવ ફૂટ સુધીનો સળીઓ ગરકાવ થઈ ગયો હતો.ઘટના બનતા ત્યાં હાજર લોકોઈ સૌ પ્રથમ તો 108 ને જાણ કરી હતી.જ્યાં 108 ની ટિમ પણ ત્યાં તાત્કાલિક દોડી આવી હતી.જો કે બાળકી ના પેટની જમણી બાજુથી આરપાર થયેલ સળિયાની  લંબાઈ વધુ હોવાથી તેને તુરંત જ કટર મશીનથી કાપવામાં આવ્યો હતો.છતાં બાળકીના પેટની આરપાર ચાર ફૂટ સુધીનો સળિયો ફસાયેલો હોય તેણીને તાત્કાલિક સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.હોસ્પિટલ માં ગંભીર હાલતમાં સારવાર અર્થે લાવવાંમાં આવેલ બાળકીની હાલત જોઈ સિવિલ ના તબીબો પણ દંગ રહી ગયા હતા.હોસ્પિટલ ના તબીબો પણ બાળકીની આટલી સહનશીલતા ને જોઈ આશ્ચય માં પડી ગયા હતા.જ્યાં બાળકી ને તાત્કાલિક ઓપરેશન થિયેટર માં ખસેડવામાં આવી હતી.સાત તબીબો ની ટિમ દ્વારા અડધો કલાક ની જહેમત બાદ બાળકીનું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.સળિયો આશરે 1 સેન્ટિમીટર પોળો હતો.જેમાં બાળકીના પેટની અંદર અન્ય અવયવો ને નુકશાન નહીં થાય તે પ્રમાણે તબીબો ની ટિમ દ્વારા સિફતપૂર્વક સાડા ત્રણ થી ચાર ફૂટ ના સળિયા ને બહાર કાઢી નવજીવન આપવામાં આવ્યું હતું. જોકે તેના લીવર, કિડની કે આતળા ને કોઈ ઇજા થઇ નથી અને ઓપરેશન દરમ્યાન ડોકટરો સળિયો ખેંચીને કાઢ્યો હતો. ડૉક્ટર પણ આને ચમત્કાર માની રહ્યા છે.

પહેલા તો બાળકીની હાલત જોઈ પરિવાર ચિંતામાં પડી ગયું હતું.બાળકીની હાલત જોઈ પરિવાર ના પગ તળેથી જમીન સરકી પડી ...જો કે આ પરિવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ના તબીબો ભગવાન સમાન સાબિત થયા અને બાળકીને નવજીવન આપ્યું.તબીબો ની આ કામગીરી ને સુરત સિવિલ હોસ્પિટલના અન્ય સ્ટાફ સહિત પરિવારે પણ બિરદાવી છે...હાલ બાળકી ની હાલત ઓન સુધારા પર છે અને પરિવારે પણ રાહત નો શ્વાસ લીધો છે...દક્ષિણ ગુજરાત ની એકમાત્ર સુરત સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદો માં આવતી રહે છે પરંતુ તેની સાથે ક્યાંય આ હોસ્પિટલ માં આવા કિસ્સાઓ પણ બને છે જ્યાં તબીબો દર્દીઓ માટે ભગવાન સમાન સાબિત થાય છે.કહેવત છે કે તબીબ ભગવાનનું બીજુ રૂપ ગણાય છે ,ત્યારે આ કહેવત સુરત સિવિલ હોસ્પિટલ ના તબીબો આજે સાર્થક કસરી બતાવી છે જે વાતમાં કોઈ બેમત નથી.

બાઈટ : ડો.વાસુ ( સુરત સિવિલ હોસ્પિટલ સર્જરી વિભાગ તબીબ)

બાઈટ :સુરજ રાઉત ( બાળકીના પિતા)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.