સુરત: દેશમાં પહેલીવાર માટીના શિવલિંગને અઢીસો ગ્રામ ગોલ્ડવર્ક થી સજાવવામાં આવ્યું છે. સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આ શિવલિંગ જાહેર જનતા માટે 11 દિવસ સુધી ભક્તોના દર્શનાર્થે રજૂ કરાશે. આ શિવલિંગની પૂજા-અર્ચનાનો કાર્યક્રમ પણ યોજાશે. આ માટે હિમાચલ પ્રદેશથી ખાસ સાધુ સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
11 નદીઓમાંથી માટી લવાઈઃ સુરતમાં શિવ ભક્તોને સોનાના વરખથી બનેલા છ ફિટના શિવલિંગના દર્શન કરવા મળશે. સુરતના સિટીલાઈટ વિસ્તાર ખાતે શ્રાવણ માસમાં ભક્તો દ્વારા સવા કરોડ શિવલિંગ બનાવવામાં આવશે. આ શિવલિંગને દેશના અલગ અલગ 11 રાજ્યોની પવિત્ર નદીઓની માટીમાંથી તૈયાર કરાયું છે. આ શિવલિંગ માટે જયપુરથી કારીગરો આવ્યા હતા. આ શિવલિંગમાં આશરે 200 કિલો માટી વાપરવામાં આવી છે. મુંબઈથી 24 કેરેટ ગોલ્ડના વરખ લાવી આ શિવલિંગ બનવામાં આવ્યું છે. 11 દિવસ બાદ આ શિવલિંગને તાપી નદીના પવિત્ર જળપ્રવાહમાં વિસર્જિત કરવામાં આવશે.
પવિત્ર શ્રાવણ માસમાં આ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે 24 કેરેટ ગોલ્ડના વરખથી આ શિવલિંગ ઉપર શૃંગાર કરવામાં આવ્યો છે. 11 રાજ્યના અલગ અલગ નદીની માટી થી આ શિવલિંગ તૈયાર કરાઈ છે અને અહીં સવા કરોડ શિવલિંગ ભાવિ ભક્તો પોતાના શક્તિ અનુસાર બનાવશે...રાજેશ જૈન(આયોજક)
આધ્યાત્મિક મહાનુભાવોને આમંત્રણઃ હિમાલયથી શ્રી સરનાનંદ મહારાજ આ શિવલિંગ ની પૂજા માટે ખાસ પધાર્યા છે જેમણે 40 વર્ષથી અનાજનો એક પણ દાણો ગ્રહણ કર્યો નથી. મધ્ય પ્રદેશથી પણ મહારાજ આવ્યા છે તેઓ પણ પૂજા અર્ચના કરશે. 11 દિવસ બાદ આ શિવલિંગને તાપી નદીના પવિત્ર જળપ્રવાહમાં વિસર્જિત કરવામાં આવશે. વિસર્જન દરમિયાન 6 કિલો સુવર્ણ વરખથી તૈયાર કરેલી કાજુ કતરીના નિર્માણનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવવાની યોજના છે.