.સુરત: GJEPC દ્વારા રત્નકલાકારોના પરિવારને મેડિકલની સુવિધા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તમામ રત્નકલાકારો માટે રૂ 1 લાખનો મેડિકલેઇમની સગવડ આપવામાં આવી રહી છે. જેના થકી રત્નકલાકારના પરિવારમાં કોઈ પણ માંદગી કે ઓપરેશન હોઈ તો ખર્ચાની ચિંતા ન થાય.
આ મેડિકલેઇમમાં રત્નકલાકારે રૂપિયા 600 જ ભરવાના રહેશે. જ્યારે બાકીની રકમ GJEPC દ્વારા ભરવામાં આવશે. હાલ જે રીતે મેડિકલેઇમની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને રત્નકલાકારોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે અને હજારો લોકોએ મેડિકલેઇમ માટે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે.