સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ગોડાદરાની ગુમ થયેલી ધોરણ-૮ વિદ્યાર્થીની ત્રણ નરાધમોની હવસનો શિકાર બની હતી.મૂળ ઝારખંડની સગીરાને ત્રણ લોકોએ અલગ અલગ જગ્યાએ લઈ જઈ દૂષ્કર્મ ગુજાર્યો હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ બે સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડી દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીનુ સુરત સ્મિમેર હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું. ગોડાદરામાં રહેતા મૂળ ઝારખંડના પરિવારની 12 વર્ષની પુત્રી ધોરણ 8માં અભ્યાસ કરે છે. સાંજથી કિશોરી ઘરેથી અચાનક ગુમ થઇ ગઇ હતી.
જ્યાં પરિવારજનો દ્વારા ભારે શોધખોળ કરવા છતાં પણ તેની ભાળ નહીં મળતાં લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જ્યાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. દરમિયાન કિશોરીના પિતાની શંકાના આધારે પોલીસે એક યુવકના મોબાઈલ નંબરના આધારે આરોપીને ઝડપી પાડયો હતો.પોલીસે યુવકનો મોબાઇલ નંબર ટ્રેસ પર મુક્યો હતો. જ્યા આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ગુમ થયા બાદ કિશોરી સગીર વયના આરોપી સહિત ઓટોરિક્ષા ચાલકની હવસનો શિકાર બની હતી. જેથી પોલીસે કિશોરીનું સુરત સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું .જેમાં કિશોરી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતુ.
લિંબાયત પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે ,ત્રણેય નરાધમો દિપક બિહારી ,સચિન મરાઠી અને ભોલા નામના આરોપીઓએ કિશોરીને લલચાવી ફોસલાવી અલગ અલગ જગ્યાએ લઈ જઈ જબરજસ્તી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. પૈકી એક યુવક કિશોરીનો પરિચિત હતો.જે યુવકે કિશોરીને ઉપાડી ગયા બાદ તેના બે મિત્રોએ પણ કિશોરી સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ત્રણેય હવસખોરોને આસપાસ મંદિર પાસેથી પકડી પાડ્યા હતા.