- ગણેશોત્સવને લઇને સુરતમાં પણ આકર્ષક રામ મંદિરની ઝલક દેખાશે
- લોકોને હુંબહુ રામ મંદિર નો અનુભવ થશે
- સુરતમાં મુસ્લિમ કારીગરોના હાથે બનેલા રામ મંદિરમાં ગણેશજી બિરાજશે
સુરત : અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે કરોડો શ્રદ્ધાળુઓમાં અપાર ઉત્સાહ-ઉમંગ દેખાઈ રહ્યો છે. એવામાં આગામી શુક્રવારના રાજ 10 સપ્ટેમ્બરે શરૂ થનારા ગણેશોત્સવને લઇને સુરતમાં પણ આકર્ષક રામ મંદિરની ઝલક જોવા મળશે એટલું જ નહીં સુરતમાં મુસ્લિમ કારીગરોના હાથે બનેલા રામ મંદિરમાં ગણેશજી બિરાજશે. 176 પિલર અને 20 ઘુમ્મટ સાથેનું રામ મંદિર બનાવવા માટે હમણાં આઠ મુસ્લિમ બિરાદરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. થર્મોકોલની સીટમાંથી બની રહેલા આકર્ષણ રામ મંદિરમાં દોઢ ફૂટની રામ સ્વરૂપ શ્રીજી પ્રતિમાં સ્થાપિત કરવામાં આવશે.
સુરતમાં અડાજણના ગાર્ડન ગ્રુપ દ્વારા રામ મંદિરનું નિર્માણ
સુરતમાં અડાજણના ગાર્ડન ગ્રુપ દ્વારા રામ મંદિરનું નિર્માણ સાથે તેમાં શ્રીજી પ્રતિમાઓની સ્થાપનાનું આયોજન કરાયું છે. હાલમાં તે માટે બેગમપુરા મોતી ટોકીઝ પાસે 15 ફૂટ ઊંચુ અને 15 ફૂટ પહોળાઇ ધરાવતું તેમજ થર્મોકોલની સીટમાંથી રામ મંદિર બની રહ્યું છે. 27 વર્ષીય કારીગર અસલમ ફિરોઝ શેખ છોટુ દ્વારા અન્ય સાત સહયોગી કારીગરો અકીલ, તૌસિફ,અહેઝાંઝ, ઈરફાન, આદિલ, ઈમ્તિયાઝ અને સુલતાનની મદદથી રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. ગાર્ડન ગ્રુપના 4 હિન્દુ યુવાનો દેવાંગ મિસ્ત્રી, હર્ષ પટેલ, રવિ બારીયા અને રવિ પટેલ તે માટે પોતાનું માર્ગદર્શન સહયોગ આપી રહ્યા છે.
આ પણ વાંચો: રામમંદિરના નિર્માણ અર્થે ભાવનગરમાંથી એક જ દિવસમાં 30 લાખનું યોગદાન એકઠું કરાયું
રામ મંદિર બનાવ ખૂબ જ મુશ્કેલ
ગાર્ડન ગ્રુપના હર્ષ મહેતાએ જણાવ્યું હતું કે, રામ મંદિર રાષ્ટ્ર પ્રતીક છે એકતા અને સૌહાર્દના ભાવ પ્રકટ થાય આ માટે અમે મુસ્લિમ ભાઈઓ પાસેથી આ સ્ટ્રક્ચર બનાવવી રહ્યા છે. એનાથી એક સંદેશ જશે કે ભારત એક છે અને અહીં તમામ લોકો સમાન ભાવથી રહે છે. મુસ્લિમ કારીગર અસલમે જણાવ્યું હતું કે આબે હું રામ મંદિર બનાવ ખૂબ જ મુશ્કેલ છે, તેમ છતાં અમે પ્રયત્ન કરી રહ્યા છે કે જ્યારે લોકો દર્શન કરવા આવે ત્યારે લોકોને હુંબહુ રામ મંદિરનો અનુભવ થાય. લોકો કંઇક પણ કહે અને અફવા ફેલાવે પરંતુ તમામ ધર્મના લોકો એક જ છે અને ભાઇચારા સાથે રહે છે..