સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં (new civil hospital surat) બિહારી યુવકના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. અહીં બિહારી યુવાનની 2 કિડની અને લીવરના દાનથી 3 લોકોને નવું જીવનદાન (surat young man saves other lives) મળ્યું છે. આ મૃતક યુવક સુરતની એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. તે દરમિયાન તેને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ દાખલ કરાયો હતો.
17મીએ થયો હતો અકસ્માત આ અંગે મળતી માહિતી અનુસાર, 17મી ડિસેમ્બરે રોજ આ યુવક કંપનીની બહાર ચા પીવા ગયો હતો. તે દરમિયાન તે રોડ ક્રોસ કરી રેલવે ફાટક તરફ જતો હતો. તે જ વખતે તે બાઈકની અડફેટે (road accident in surat) આવી ગયો હતો ને તેને માથા-પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. અહીંથી તેને 108 એમ્બુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ (new civil hospital surat) ખસેડવામાં આવ્યો હતો.
મૃતકના અંગોને અમદાવાદની સિવિલ હોસ્પિટલ લવાયા નવી સિવિલ હોસ્પિટલમાં (new civil hospital surat) આઈસીયુમાં યુવકની સારવાર ચાલી રહી હતી. તે વખતે ડોક્ટરે યુવકને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. ત્યારબાદ મૃતક મનોજ મહંતાના પરિવારે અંગદાન કરવાનો (Organ Donation of surat young man) નિર્ણય કર્યો હતો. આ મૃતકની 2 કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું હતું. તેમના અંગેને ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) લવાયા હતા, જ્યાં આ અંગોના કારણે 3 લોકોને નવજીવન (surat young man saves other lives) મળ્યું હતું.
મૃતકના મૃતદેહને બિહાર ખાતે લઈ જવાયો આ અંગદાનના સેવાકાર્યમાં સુરત પોલીસ (Surat Police) , સુરત સિવિલ સુપરિટન્ડન્ટ ડૉ. ગણેશ ગોવલેકર, RMO ડૉ. કેતન નાયક, ડૉ. ઓમકાર ચૌધરી તેમ જ અંગદાનની પ્રક્રિયાને વેગ આપતા ડૉ. નિલેશ કાછડિયા તેમ જ સમગ્ર ટીમ, નર્સિંગ સ્ટાફ, કાઉન્સિલર, સિક્યોરિટી સ્ટાફ તેમ જ અંગદાન (Organ Donation of surat young man) જાગૃતિ માટે જોડાયેલા સ્વયંસેવકો દ્વારા આ કાર્યને સંપન્ન કરવામાં આવ્યું હતું. તેમ જ મૃતકના મૃતદેહ ને એમની મૂળ વતન બિહાર ખાતે પહોંચાડવામાં આવ્યો છે.