સુરત ભાજપના પાટીદાર નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની (Anandiben Patel Former Chief Minister) સરકારમાં પાણી પૂરવઠા પ્રધાન રહી ચૂકેલા નાનુભાઈ વાનાણીના એક લેટરથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં ઓછા મતદાન (Low turnout in Gujarat elections) વચ્ચે પણ ભાજપે ઐતિહાસિક 156 બેઠક મેળવી પ્રચંડ જીત મેળવી છે. ત્યારે હવે પૂર્વ રાજ્યપ્રધાનના આ લેટરથી ખળભળાટ મચ્યો હતો. પૂર્વ રાજ્યપ્રધાન નાનુભાઈ વાનાણીએ જે પત્ર લખ્યું છે. તેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આપણે ભાજપની હાલત આજે એ કરી છે કે, નરેન્દ્રભાઈ વગરનું ભાજપ જાણે ‘‘એકડા વગરનું મીંડુ હોય.’’ તેમાં દોષ નરેન્દ્રભાઈનો નહીં, આપણા સૌનો છે.
કાર્યકર્તાઓનું મનોબળ ઓછું કરવા માટે નથી આ પત્ર પૂર્વ રાજ્યપ્રધાન નાનુભાઈ વાનાણીએ પત્રની શરૂઆતમાં લખ્યું હતું કે, આ વિષ્લેશણ દેવોને પણ દુર્લભ એવા ભાજપના સમર્પિત કાર્યકરોનું મનોબળ કે, મોરલ ઓછું કરવા માટે નથી. તે એ માટે છે કે, ગુજરાત ભાજપના સંગઠનને (Nanubhai Vanani letter for BJP Organization) અરિસા સામે મુકી વર્તમાનની વાસ્તવદર્શી જાણકારી મળી રહે.
પૂર્વ CM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભાજપ મારા માટે માબાપ તેમણે લખ્યું હતું કે, વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીના (Gujarat Election 2007) પરિણામો (Gujarat Election 2022 Result ) આવ્યા પછી ગાંધીનગર ટાઉન હૉલમાં ગુજરાત વિધાનસભા ભારતીય જનતા પક્ષ સંસદીય દળની મળેલી પ્રથમ મિટીંગ મળી હતી. તેમાં પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની (PM Narendra Modi ) નેતાપદે વરણી થયા પછી તેમણે આપેલા પોતાના પ્રથમ પ્રવચનમાં આંખમાં આંસુ સાથે કહ્યું હતું કે, કેટલાક લોકો કહે છે કે, નરેન્દ્રભાઈ ભાજપ કરતા પણ મોટા થઈ ગયા. આવું જ્યારે હું સાંભળુ છું ત્યારે ખુબ દુ:ખ થાય છે. દુઃખ એટલા માટે કે શું બાપથી પણ બેટો ક્યારેય મોટો થઈ શકે ખરો? ભારતીય જનતા પક્ષ મારે માટે માબાપ સમાન છે.
કાર્યકરોની વિકેન્દ્રિત કેડર આધારિત મજબૂતી તરફ નહીં સાથે તેમણે પત્રમાં લખ્યું હતું કે, ઉપરોક્ત પ્રસંગ યાદ એટલા માટે આવ્યો કે, વર્ષ 2022માં ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Election 2022) મતદાન (Low turnout in Gujarat elections) પૂરું થયા પછી થયેલા એક્ઝીટ પોલના પરિણામો (Gujarat Election 2022 Result) પ્રસિદ્ધ કરતા અનેક અખબારોમાં 6 ડિસેમ્બર 2022ના અંકમાં મુખ્ય હેડિંગ આપતા લખ્યું હતું કે, ‘નરેન્દ્રભાઈ.....નરેન્દ્રભાઈઃ સરવે.’’ સમાચાર એવું દર્શાવવા માટે હતા કે, જ્યારે ગુજરાતમાં ભાજપ ઐતિહાસિક જીત મેળવવા તરફ જઈ રહ્યું છે. ત્યારે તેના યશના એક માત્ર હક્કદાર માત્રને માત્ર નરેન્દ્રભાઈ મોદી છે.
અખબારનું હેડિંગ PM મોદીને ગૌરવપ્રદ નહીં લાગ્યું હોયઃ વાનાણી આ હેડિંગ ભાજપના પ્રત્યેક કાર્યકર્તા અને શુભચિંતકને ગૌરવપ્રદ લાગતું હોવા છતાં ખુદ નરેન્દ્રભાઈ મોદી સાહેબને (PM Narendra Modi ) તે ગૌરવપ્રદ એટલે નહીં લાગ્યું હોય કે, ભારતીય જનતા પાર્ટી કાર્યકરોની વિકેન્દ્રિત કેડર આધારિત મજબૂતી તરફ નહીં, પરંતુ નરેન્દ્રભાઈ મોદી નામના એક કરિશ્માઈ લીડર કેન્દ્રિત પાર્ટી બનતી જતી હોવાનો તેમાં અહેસાસ થાય છે. સંગઠનને (Nanubhai Vanani letter for BJP Organization) સમર્પિત હોય તેવા નરેન્દ્રભાઈ મોદી જેવા નેતાને પક્ષની થઈ રહેલા આ વ્યક્તિ કેન્દ્રિત સ્થિતિ કયારેય પ્રભાવિત કરી શકે નહીં તેવું મારૂ માનવું છે.
ચિંતા થઈ તેનું હું થોડું વિષ્લેશણ કરવા માંગુ છું પૂર્વ રાજ્યપ્રધાન નાનુભાઈ વનાણીએ સ્પષ્ટપણે હાલના સંગઠનને (Nanubhai Vanani letter for BJP Organization) લઈ પ્રશ્નો ઊભા કર્યા છે. તેમણે પોતાના પત્રના માધ્યમથી જણાવ્યું છે કે, કાર્યકરો ઉદાસીન થઈ ગયા છે. તેમણે ચિંતા વ્યક્ત કરતા પત્રમાં લખ્યું છે કે, વર્તમાન સમયે ગુજરાત ભાજપમાં જય તે જ સત્ય”ની વાસ્તવિક સ્થિતી હોવાનો સ્વીકાર કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના એક નાના કાર્યકર્તા તરીકે હાલના સંદર્ભે મને જે ચિંતા થઈ તેનું હું થોડું વિષ્લેશણ કરવા માંગુ છું. જે ચિંતા થઈ તે નીચે મુજબ છે.
ત્રિપાંખિયા જંગમાં ભારે માત્રામાં મતદાન થતું હોય છે સામાન્ય રીતે મજબૂત ત્રિપાંખિયા ચૂંટણી જંગમાં (Tripartite war in Gujarat elections) અત્યંત ભારે માત્રામાં મતદાન (Low turnout in Gujarat elections) થતું હોય છે. જ્યારે વર્ષ 2022માં મજબુત ત્રિપાંખીયો ચૂંટણી જંગ (Tripartite war in Gujarat elections) થયો હોવા છતાં 2017ની ચૂંટણીની સરખામણીએ ઓછું મતદાન થયું તેના કારણો શું? ભાજપના કાર્યકરો અને શુભેચ્છકોની આટલી મોટી ફોજ અને મતદાર યાદીના પ્રત્યેક પેઈઝ સુધીના શિષ્યબદ્ધ કાર્યકરોની કેડર બેઈઝ પેઈઝ સમિતીઓ બની હોવા છતાં વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીની સરખામણીએ વર્ષ 2022માં 7.76 ટકા મતદાન ઓછું (Low turnout in Gujarat elections) થયું તેના કારણો શું?
મતદાતાઓ જ મત આપવા ન ગયા જે મતદાતાઓ મત આપવા માટે સ્વયંમ્ બહાર ન નીકળ્યા તેમને મતપેટી સુધી લાવવામાં બૂથ અને પેઈઝ સમિતીના કાર્યકરો જો ઉદાસીન ન રહ્યા હોત તો જે ઐતિહાસિક પરિણામો આવ્યા છે. તે કરતા પણ વધારે સારા પરિણામો (Gujarat Election 2022 Result) આપણે મેળવી શકયા હોત ખરા?
રાજકીય પડકારો આવશે હાલના તમામ રાજકીય પક્ષો નીતિ, નીયત અને વિચારધારાથી મુક્ત થઈને સતાલક્ષી જ રાજકારણ કરે છે. તેવી લોકોમાં વધતી વિવેકયુક્ત સમજણ, ગ્રાસ રૂટ પર કામ કરતા વાસ્તવિક અને વિચારધારાને સમર્પિત હોય તેવા (સતાલક્ષી નહીં) ભાજપના કાર્યકર્તાઓની વધતી ઉદાસીનતા, રાજ્યમાં વર્ષોથી શાસનમાં હોવાથી શાસન પ્રત્યે લોકોમાં ઊભી થતી સહજ એન્ટી ઈન્કમ્બસી, ભાજપના પરંપરાગત જનાધારનો મુખ્ય આધાર એવા યુવાનોની ભાજપ પ્રત્યે વધતી વિમુખતા, સમાજના આર્થિક ક્ષેત્રે પાછળ રહેલા વર્ગોને આકર્ષતુ મફતની વહેંચણીનું પ્રલોભન, મેનેજમેન્ટ કરવાથી જ ભાજપ જીતી શકે એવી ધારાસભા સીટોની આજે પણ મોટી સંખ્યા, વર્ષ 2022ના બહુપાંખિયા ચૂંટણી જંગમાં ભાજપને મળેલો આયોજિત નહીં, પરંતુ આકસ્મિત મત વિભાજનનો મોટો લાભ વગેરેના કારણે આવતા દિવસોમાં આપણી સામે અત્યંત મજબૂત રાજકીય પડકારો આવવાના છે.
કૉંગ્રેસ જેવી હાલત ન થાય તેની પર નજર રાખવાની જરૂર ત્યારે ભાજપના કાર્યકરોની વધતી ઉદાસીનતા આપણા માટે કૉંગ્રેસની જેમ આત્મઘાતી સાબિત ન થાય તે ગંભીરતાથી જોવાની જરૂર છે. આપણે એ પણ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો પડશે કે આજના શિક્ષીત યુવાનો અને ગરીબોને ભાવનાત્મક નહીં આર્થિક બાબતો જ વધારે આકર્ષિત કરી રહ્યા છે. યાદ રહે કે કોંગ્રેસ સને 1984માં ભાજપની આજની સ્થિતીએ જ હતી જે માત્ર તે પછીના પાંચ જ વર્ષમાં તળીયે પહોંચી ગઈ હતી.
મતદારોને મતપેટી સુધી પહોંચાડવાની વ્યવસ્થામાં સંગઠન નિષ્ફળ નરેન્દ્રભાઈએ (PM Narendra Modi ) રાજ્ય અને દેશ કક્ષાએ તથા ગુજરાત સરકારે રાજ્ય કક્ષાએ કરેલા ઐતિહાસિક વિકાસ કાર્યોની (Development works in Gujarat) વાતને મતદારો સુધી પહોંચાડયા પછી તે મતદારોને મતપેટી સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આપણું સંગઠન સંપૂર્ણ સફળ રહ્યું નથી તેનો સ્વીકાર સને 2022માં ઘટેલા 7.76 ટકા મતદાનની (Low turnout in Gujarat elections) હકીકત પરથી આપણે કરવો જ પડશે. આપણે ભાજપની હાલત આજે એ કરી છે કે નરેન્દ્ર મોદી વગરનું ભાજપ જાણે ‘‘એકડા વગરનું મીંડુ હોય.’’ તેમાં દોષ નરેન્દ્રભાઈનો નહીં, આપણા સૌનો છે. વર્ષ 2022માં ગુજરાતમાં ભાજપની બાહ્ય વિજયયાત્રા તો શાનદાર અને જાનદાર નિકળી જ છે. તેમ છતાં ભાજપ અને રાષ્ટ્રને સમર્પિત હોય તેવા બધા જ મતદારોને મતપેટી સુધી પહોંચાડવાની કરેલ કાગળ પરની વ્યવસ્થામાં જો આપણું સંગઠન પુરૂ સફળ થયું હોત તો આ જીત આંતરીક રીતે પણ અતી ભવ્ય અને દિવ્ય બનાવીને આપણે નરેન્દ્રભાઈને હજી પણ વધારે ગૌરવ અપાવી શકયા હોત તેમાં શંકાને કોઈ સ્થાન નથી.