1 લી ફેબ્રુઆરી સુરતમાં જૈન ધર્મ માટે ખૂબ જ અગત્યનો પ્રસંગ રહેશે. કારણ કે, આ દિવસે સુરત ખાતે સૌથી વધુ મુમુક્ષો દીક્ષા લેવા જઈ રહ્યા છે. સુરતના વેસુ વિસ્તારમાં આચાર્ય વિજય શ્રેયાંશપ્રભૂસુરીશ્વરજીના સાનિધ્યમાં 71 મુમુક્ષુ જ્યારે પાલ રામ પાવન ભૂમિ ખાતે આચાર્ય અભયદેવસૂરીશ્વરજીના સાનિધ્યમાં 5 મુમુક્ષુ ત્યારે પાલ ઓમકાસુરી આરાધના ભવન ખાતે 22 મુમુક્ષુઓ આચાર્ય શ્રીયશોવીજયસુરીશ્વરજીના સાનિધ્યમાં દીક્ષા લેશે.
સુરતમાં યોજનારી આ ઐતિહાસિક દીક્ષા સમારોહમાં 10થી લઇ 84 વર્ષના ભાઈ બહેનો છે. જેમાંથી 10 થી 17 વર્ષના 17 લોકો, 18 થી 45 વર્ષના 40 અને 40થી વધુ ઉંમરના તમામ લોકો છે.
આ દીક્ષા કાર્યક્રમમાં 20થી વધુ એવા યુવાનો છે. જે ગ્રેજ્યુએશન કરતાં વધુ ભણતર ધરાવે છે અને એમાં કેટલાક CA અને હાઇ પ્રોફાઇલ જોબ કરે છે. આ દીક્ષા સમારોહમાં 8, 50થી વધુ જૈન સાધુ-સાધ્વીઓ હાજર રહેશે.
528 વર્ષ બાદ ભારતમાં આટલી મોટી સંખ્યામાં દીક્ષા લેવાશે. આ તમામ લોકો દેશના આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રથી સુરત આવશે. આ દીક્ષાંત સમારોહમાં 9 જેટલા લોકો સુરતથી છે. દીક્ષા સમારોહ જોવા માટે 50 હજારથી વધુ લોકો હાજર રહેશે. જેમાં દેશ-વિદેશના લોકો સામેલ છે. સૌથી અગત્યની વાત છે કે, આ દીક્ષાંત સમારોહમાં 6 એવા પરિવાર છે. જે તમામ સભ્યોની સાથે દીક્ષા લેશે. જેમાં સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલો પરિવાર પણ છે.