સુરત: દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લેઝર ફેરિંગો ઓપરેશન કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ એસિડ પી ગયો હતો તો તેની અન્નનળી સંકોચાઇ જાય છે. તેના કારણે જે તે વ્યક્તિના સ્વરપેટી ઉપર સીધી અસર જોવા મળે છે. તે અન્નનળીને તેના મૂળ રૂપમાં લાવા માટે આ લેઝર ફેરિંગો ઓપરેશન કરવામાં આવે છે. જોકે આ ઓપરેશન સિવિલ હોસ્પિટલમાં ફ્રીમાં કરવામાં આવી છે. પરંતુ પ્રાઇવેટમાં હોસ્પિટલોમાં આ ઓપરેશન ચાર્જ 4 થી 5 લાખમાં કરવામાં આવે છે.
"આપણી સિવિલ હોસ્પિટલમાં એક મહિલા છે. જેઓની છેલ્લા દોઢ વર્ષથી સારવાર ચાલી રહી હતી. તેઓ દોઢ વર્ષ પહેલા પોતાના અંગત કારણોસર એસિડ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમને સારવાર માટે નવી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન એવું બન્યું હતું કે, તેઓ કશું પણ ખાતા હતા ત્યારે કાં તો પછી કોઈ જ્યુસ પીતા હતા. ત્યારે તે તમામ વસ્તુઓ તેમના નાક દ્વારા બહાર આવી જતી હતી. કારણ કે, તેમણે એસિડ પીધું હતું જેથી તેમની અન્નનળી સંકોચાઈ ગઈ હતી. જેથી જમવાનું કાંતો પીવાનું પેટમાં જઈ શકતું નથી હતું." --ગણેશ ગોવેકર (સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ)
એક સર્જરી ઓપરેશન: વધુમાં જણાવ્યું કે, આ સમસ્યાને લઈને આપણી સિવિલ હોસ્પિટલમાં એક સર્જરી ઓપરેશન કરવાનું હતું. જોકે આ પહેલા આ પ્રકારના કેસમાં ડોક્ટર દ્વારા મોટું આંતરડાને લઈને ત્યાં ઓપરેશન કરી જોડતા હતા. પરંતુ ત્યારે દર્દી ખાઈ શકતો હતો પરંતુ તેની માટે વારંવાર ઓપરેશન કરાવવાની ફરજ પડતી હતી. પરંતુ આ ઓપરેશન દ્વારા દર્દીને કાયમની ઓપરેશનની સમસ્યાથી તે મુક્ત થઈ શકે છે. ધરતી સારી રીતે ખાઈ શકે છે. અમારી પાસે આ દર્દી 25 વર્ષની છે. આ પ્રકારની સારવારમાં ઓપરેશન દરમિયાન લેઝર મશીનથી જે અન્નનળી સંકોચાઈ ગયેલી હોય તેને તેની વાસ્તવિક સ્વરૂપમાં લાવવામાં આવે છે.
4 થી 5 લાખ ખર્ચ: વધુમાં જણાવ્યું કે, આપણે ત્યાં જ્યારે પણ આ પ્રકારની સમસ્યાને લઈને દર્દી આવતા હતા. ત્યારે તેઓને ઓપરેશન સર્જરી માટે પહેલા અમદાવાદ કાં તો પછી દિલ્હી મોકલવામાં આવતો હતો. તે ઉપરાંત સૌથી મોટી બાબત એ રહેતી હતી કે, આ પ્રકારના કેસમાં યંગ દર્દી વધારે જોવા મળે છે. તેમાં તેમની સ્વરપેટી નીકળી જવાને કારણે તેઓને ખૂબ જ તકલીફોનો સામનો કરવાનો વારો આવતો હોય છે. આ ઓપરેશન સર્જરી કરતા બે થી ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. ઓપરેશન જો પ્રાઇવેટ હોસ્પિટલમાં કરવામાં આવે ત્યારે તેનો ચાર્જ 4 થી 5 લાખમાં કરવામાં આવે છે.