સુરતમાં થોડા દિવસ પહેલાં બે ગેંગ વચ્ચે થયેલી અથડામણના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. કેટલાક ઈસમોએ કાર અને રિક્ષામાં તોડફોડ કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો. ચોકબજારમાં થયેલી તોડફોડમાં કતારગામની ગેંગનો હાથ હોવાની શંકાની ફરિયાદ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચોકબજારની સૂર્યા મરાઠી ગેંગ અને કતારગામની ગેંગ વચ્ચે અવાર નવાર અથડામણ થતી રહેતી હોય છે. આ બન્ને ગેંગ દ્વારા શહેરમાં આ પહેલા પણ અનેક મારામારી અને તોડફોડની ઘટનાઓ સામે આવી હતી.