સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચીનથી કોઈ ડાયરેકટ ફ્લાઇટ નથી, જેથી એરપોર્ટ એથોરિટી દ્વારા બેંગકોક, સિંગાપોર સહિતના સાઉથ ઇસ્ટ એશિયાના દેશમાંથી શારજાહ થઈ સુરત આવતા મુસાફરો પર વોચ રાખવામાં આવી રહી છે, વાયરસ ભારતમાં પગપસારો ન કરે એ માટે તકેદારી લેવામાં આવી રહી છે. એરપોર્ટ વાયરસને લઈ એલર્ટ છે.
સુરત એરપોર્ટે ઇન્ટરનેશનલ મુસાફરો માટે સ્પેશિયલ ફોર્મ તૈયાર કર્યું છે, જે ફોર્મ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ ઇન્ટરનેશનલ મુસાફરો પાસે ભરાવવામાં આવે છે. સુરત ડાયમન્ડ સિટી હોવાથી ચીન અને હોંગકોંગ સાથે વેપાર કરવામાં આવે છે, જેથી સુરતમાં આવનાર વેપારી મુસાફરો અને વિદ્યાર્થીઓ ઉપર એથોરિટી વોચ રાખી રહી છે.
જો કોઈ મુસાફરોને તાવ, ખાસી કે શરદી કે કોરોનો વાઇરસના લક્ષણો જોવા મળશે, તો તેની તરત જ મેડિકલ તપાસ કરી તેને જરુરી ટ્રીટમેન્ટ આપવામાં આવશે, વાયરસની અસર ઇમિગ્રેશન ઓફિસરને ન થાય તે માટે સ્પેશ્યિલ માસ્ક અને હેલ્ડ ગ્લોવ્ઝ આપવામાં આવ્યાં છે.