સુરત: ગઈકાલે રાતે શહેરના બમરોલી વિસ્તારમાં આવેલ એસ.કે. નગર સ્થિત વન ટચ ઈન્ડસ્ટ્રીઝમાં એકાએક આગ લાગી જતા દોડધામ મચી ગઈ હતી. જોકે ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાયર વિભાગની 8 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગને પગલે કારખાનામાં 4 લોકો પણ ફસાયા હતા. તેઓને ફાયરના જવાનો દ્વારા સહી સલામત બહાર કાઢ્યા હતા. આગ વિકરાળ હોવાથી ફાયર વિભાગના જવાનોને જહેમત ઉઠાવી પડી હતી. પરિસ્થિતિ જોઈ ફાયર વિભાગ દ્વારા ત્રણ કલાકની ભારે જેમાં જ બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
'આ ઘટના ગઈ કાલે રાતે 10 વાગ્યેની આસપાસ બની હતી. જે બાબતે ફાયર કંટ્રોલ દ્વારા કોલ આપવામાં આવ્યો હતો. બમરોલી વિસ્તારમાં આવેલ એસ.કે. નગર સ્થિત વન ટચ ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી છે. જેથી ભેસ્તાન, ડિંડોલી, મંજુરા અને માનદરવાજાની એમ કુલ 4 ફાયર વિભાગની કુલ 8 ગાડીઓ એક બાદ એક ત્યાં પહોંચી હતી. અમે ત્યાં જોયું તો આગ ગ્રાઉન્ડ ફ્લોરથી થર્ડ ફ્લોર સુધી ફેલાઈ ગઈ હતી. બીજા માળે 4 જેટલા કારખાનેદારો પણ ફસાયા હતા. તેઓને સહી સલામત બહાર લાવી ફરજ ઉપર હાજર મેડિકલની ટીમ દ્વારા તેમની તપાસણી પણ કરવામાં આવી હતી. તમામ લોકો સ્વચ્છતા હતા.' -જય ગઢવી, ફાયર વિભાગના ફાયર ઓફિસર
આગ ઉપર કાબુ મેળવ્યો: જોકે કારખાનામાં કાપડનો જથ્થો હોવાને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો હતો. આગ વિકરાળ હોવાથી અમારા ફાયર વિભાગના જવાનોને જહેમત ઉઠાવી પડી હતી. પરિસ્થિતિ જોઈ ત્રણ કલાકની ભારે જેમાં જ બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગમાં પ્રિન્ટીંગ મશીન, કોમ્પ્યુટર, કાપડનો જથ્થો. ફર્નિચર સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. જોકે આગની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. આગ ક્યા કારણોસર લાગી હતી તે હજી જાણી શકાયું નથી.