- લિંબાયત પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનોમાં આગ ફાટી નીકળી હતી
- 10 જેટલા વાહનો બળીને ખાક
- સદનસીબે કોઈ જાનહાની નહી
સુરત: નારાયણ નગરના ખુલ્લા પ્લોટમાં પોલીસ દ્વારા મુકાયેલી ગાડીઓમાં આગ લાગતાં 10 જેટલા વાહનો બળીને ખાક થયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે, સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી.
10 જેટલા વાહનો આગની ઝપેટમાંલિંબાયત સ્થિત નારાયણ નગર પાસે ખુલ્લા પ્લોટમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા 20થી વધુ વાહનો મૂકવામાં આવ્યા હતા. આજે સોમવારના રોજ બપોરે અચાનક આ વાહનમાં આગ લાગી ગઈ હતી. એક વાહન બાદ અન્ય વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતાં. જોત જોતામાં આગ એટલી વિકરાળ હતી કે 10 જેટલા વાહનોને આગની ઝપેટમાં આવી ગયા હતાં. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સાથે ફાયરના જવાનો દ્વારા કૂલિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
રિક્ષા, ટેમ્પો અને ફોરવ્હીલ બળીને ખાખતમામ વાહનો પોલીસ દ્વારા જપ્ત કરાયા હતા. આગ ક્યાં કારણોસર લાગી છે, તેની હાલ તપાસ ચાલી રહી છે. જો કે આગની ઘટનામાં રિક્ષા, ટેમ્પો અને ફોરવ્હીલ બળીને ખાખ થઇ ગયા હતાં.