સુરત: શહેરના ઘોડદોડ રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડા (Bank of Baroda)મુખ્ય શાખાના સાતમા માળે કોઈક કારણસર આગ લાગી ગઈ હતી. જેને લઇ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ચાર જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો (Surat Fire Department)ચલાવ્યો હતો. જોકે આખરે બે કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં(Fire in Surat Bank)આવ્યો હતો.
બરોડાનો રૂમ બળીને ખાખ - આ બાબતે મુખ્ય બેંક ઓફ બરોડાના મુખ્ય શાખાના સિક્યુરિટી ઇન્ચાર્જ દીપકભાઈએ જણાવ્યું કે સાડા પાંચ વાગ્યાની આસપાસ અમારા સિક્યુરિટીનો ફોન આવ્યોકે આજે સાતમાં માળે ધુમાડા નીકળી રહ્યા છે. જેથી સૌ પ્રથમ અમે ત્યાં પહોંચીને બધી લાઈટો બંધ કરાવી દીધી હતી. તાત્કાલિક વિભાગને જાણ કરી હતી. જોકે મજુરા વિભાગ સો મીટરના અંતરે હોવાને કારણે તાત્કાલિક આવી પહોંચી હતી અને તેમણે પોતાની કામગીરી શરૂ પણ કરી દીધી હતી. ઉપર જતા ની સાથે જોયું તો આખો રૂમ આગની જ્વાળા માં બળી રહ્યું હતું તો ફાયર વિભાગ પણ અન્ય બે ગાડીઓની બોલાવી હતી. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃ Fire in Jhagadia paper mill : નાના સાંજા ગામમાં પેપર મિલમાં આગ, ભારે જહેમત બાદ કાબૂ મેળવાયો
લોકર રૂમના છ લોકરની ફાઈલો બળીને ખાખ - વધુમાં જણાવ્યુ કે આ આગમાં કોઇ પ્રકારની જાનહાનિ થઈ ન હતી પરંતુ સાત માળના ઓફિસમાં એસી, કોમ્પ્યુટર, ફર્નિચર, ટેબલ પંખા અને અંદરના રૂમમાં આવેલ લોકર રૂમના છ જેટલા લોકરની ફાઈલ બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે આગ ક્યાં કારણે લાગી હતી તે હજી સુધી ખબર પડી નથી.
બે કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો - આ બાબતે ફાયર ઇન્ચાર્જ પ્રકાશ પટેલે જણાવ્યુંકે ફાયર કંટ્રોલરૂમને કોલ આપતા જ પ્રથમ નજીકના મજુરા ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારબાદ અમને વેસુ ફાયર સ્ટેશનની જાણ કરવામાં આવી હતી. કુલ ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સાતમા આખું બળીને ખાખ થઈ ગયું હતું. ત્યારબાદ એક ફાયરની ગાડી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે 30 મિનિટની અંદર કોલિંગ કરી પરત ફરી હતી. આગ ક્યાં કારણોસર લાગી તેની તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Forest Fire in Mahisagar : મહીસાગરના જંગલમાં વિકરાળ આગથી કિલોમીટરો સુધી ધુમાડાના ગોટા મળ્યા જોવા