ETV Bharat / state

સચીન GIDCના ઈકોનોમિક ઝોનમાં આવેલી પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી - સચીન જીઆઇડીસીમાં લાગી આગ

સચીન જીઆઈડીસીના ઈકોનોમીક ઝોનમાં આવેલી એક પેકેજીંગ કંપનીમાં ગુરુવારે રાત્રે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસની કંપનીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

Etv Bharat, GUjarati News,Surat News
Surat News
author img

By

Published : Jun 5, 2020, 12:24 PM IST

સુરતઃ સચીન જીઆઈડીસીના ઈકોનોમીક ઝોનમાં આવેલી એક પેકેજીંગ કંપનીમાં ગુરુવારે રાત્રે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસની કંપનીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

સચીન GIDC ઈકોનોમિક ઝોનમાં આવેલી એક પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ
બનાવની જાણ થતા સચીનનો ફાયર સ્ટાફ તેમજ સુરત ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. સચીન જીઆઈડીસી સ્પેશિયલ ઈકોનોમિક ઝોન ખાતે આવેલી આકાશ પેકેજિંગ નામની પેકેજીંગ કંપનીમાં ગુરુવારે રાત્રે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. પેકેજિંગ માટે વપરાતુ પેપર અને પ્લાસ્ટીક સહિતનું મટીરીયલ આગની લપેટમાં આવી જતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે કંપનીમાં રાત્રે બે થી ત્રણ જ કારીગરો હોય તેઓ સમયસુચકતા વાપરી તાત્કાલિક બહાર દોડી આવ્યા હોવાથી તેમનો બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.

આ કંપનીમાં લાગેલી આગને પગલે આસપાસની કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને ભાગદોડ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા સચીન જીઆઈડીસીનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સુરત મનપાના ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. સુરત ફાયર બ્રિગેડની ત્રણે ગાડીઓ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જેહમત બાદ મોડી રાત્રે આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.