સુરત: ઉધના ત્રણ રસ્તા નજીક આવેલી દેના બેન્કમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બેન્ક નજીક રહેતા સ્થાનિક દ્વારા ઘટના અંગે ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી. આગના કારણે બેન્કની અંદર કાગળ સહિતની વસ્તુઓ સળગી ઉઠતા ધુમાડો ઉઠ્યો હતો. સમયસર ઘટનાસ્થળે પહોંચી ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો.
ધુમાડો આકાશમાં દેખાતા રાહદારીઓની જામી ભીડ
દેના બેન્કની અંદરથી ધુમાડો નીકળતા આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ધુમાડો આકાશમાં દેખાતા રાહદારીઓએ ભીડ જમાવી દીધી હતી જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. આ ઘટનાની જાણકારી ફાયર વિભાગને આપતા બે ગાડીઓ સહિત ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સુરતમાં આવેલી દેના બેન્કમાં અચાનક આગ લાગતા અફરાતફરી - દેના બેન્કમાં આગ
સુરત સહિત રાજ્યમાં આગના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી દેના બેન્કમાં આગ લાગી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.