ETV Bharat / state

નવાપરામાં બંધ ઘરમાં આગની ઘટના, ફાયર જવાનો દીવાલ તોડી ઘરમાં પ્રવેશ્યા

author img

By

Published : Sep 17, 2022, 3:21 PM IST

સુરતના માંગરોળમાં નવાગામમાં બંધ પડેલા ઘરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. મહત્ત્વની વાત છે કે ઘરમાં બળતણ હોવાના કારણે આગ જોતજોતામાં વિકરાળ બની હતી. Fire in Closed House in Navagam Surat , Sumilon Fire Department , Kosamba Police investigation

નવાપરામાં બંધ ઘરમાં આગની ઘટના, ફાયર જવાનો દીવાલ તોડી ઘરમાં પ્રવેશ્યા
નવાપરામાં બંધ ઘરમાં આગની ઘટના, ફાયર જવાનો દીવાલ તોડી ઘરમાં પ્રવેશ્યા

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નવાપરા ગામ ખાતે આવેલ જમાઈ નગરીના એક બંધ ઘરમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના ( Fire in Closed House in Navagam Surat ) બની હતી. ઘરમાં મોટા પ્રમાણમાં બળતણ હોવાથી આગે મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ સુમિલોન ફાયર વિભાગ (Sumilon Fire Department) ને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતાં.

બંધ ઘરમાં બળતણ હોવાના કારણે આગ વિકરાળ બની

દીવાલ તોડી ફાયર જવાનો ઘરમાં પ્રવેશ્યાં શનિવારની વહેલી સવાર ચાર વાગ્યા આસપાસ આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે પહોચેલી સુમિલોન ફાયર વિભાગે બાજુના ઘરના રહીશોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડાયા હતા અને ઘરની આજુબાજુ જગ્યા ઓછી હોવાથી દીવાલ તોડી ઘરમાં પ્રવેશ ( Firemen broke the wall ) મેળવ્યો હતો

કોસંબા પોલીસ દ્વારા તપાસ આ ઘટનાની કામરેજ, ટોરેન્ટ ફાયર વિભાગને પણ જાણ કરી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બનેલી આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા ન હતાં. ઘટના સ્થળે દોડી ગયેલ કોસંબા પોલીસે ( Kosamba Police investigation )હાલ આગળની તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.