ETV Bharat / state

પેપરમિલના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા ત્રણ કિમી સુધી દેખાઈ જ્વાળા

સુરત જિલ્લાના કારેલી ગામે આવેલી તુલસી પેપરમિલના વેસ્ટ ગોડાઉનમાં સોમવારે મોડી સાંજે અચાનક આગ ફાટી નીકળતા (Fire case in Surat) અફરાતફરી મચી ગઇ હતી. આગને કાબુમાં લેવા 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓની મદદ લેવાઈ હતી. તો બીજી તરફ મીડિયાને જોઈ કંપની સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. (paper mill godown Fire at Kareli village)

પેપરમિલના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા ત્રણ કિમી સુધી દેખાઈ જ્વાળા
પેપરમિલના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા ત્રણ કિમી સુધી દેખાઈ જ્વાળા
author img

By

Published : Nov 15, 2022, 10:34 AM IST

સુરત : પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલી પેપરમિલમાં (Fire case in Surat) અચાનક ભીષણ આગ લાગી હતી. આગ એટલી જોરદાર હતી કે દૂર સુધી તેની જ્વાળા નજરે પડતી હતી. નસીબજોગે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. જ્યારે આ બનાવની જાણ ફાયર વિભાગને થતાં ત્રણ ટીમો તાત્કાલિક દોડી આવીને આગને બુઝાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. (paper mill godown Fire at Kareli village)

સુરતના કારેલી ગામે પેપરમિલના વેસ્ટ ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી

ત્રણ ટીમો આગ બુઝાવવાના કામે લાગી મોડી સાંજે 8 વાગ્યાના અરસામાં ફાયર વિભાગને જાણ કરાતા પલસાણા એન્વાયરો પ્રોટેક્શન લિમિટેડ, બારડોલી નગર પાલિકા અને સુરત શહેરની 3 થી વધુ ફાયરની ટીમ મળી 10થી વધુ ફાયર ફાયટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો શરૂ કર્યો છે. 6 વીઘામાં જગ્યામાં રખાયેલા પેપર વેસ્ટમાં લાગેલી આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મિલમાં દોડધામ મચી હતી. (paper mill godown Fire in Surat)

3 કિમી દૂરથી દેખાય જ્વાળાઓ 3 કિમી દૂરથી આગની જ્વાળાઓ જોવા મળી રહી હતી. મિલમાં રહેલી ફાયર સેફટી અને ફાયર બ્રિગેડની ટીમ મળી 100 માણસોથી વધુ લોકો આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા છે. મિલના લોડર મશીન દ્વારા પેપર વેસ્ટરના બંડલ એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી આગને ફેલાતી અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. (paper mill Fire in Palsana)

કંપનીના સંચાલકો પલાયન ઘટના સ્થળે પહોંચેલી મીડિયાને જોઈ કંપની સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. મિલમાં વિકરાળ આગને કારણે આસપાસના ગામના 1000થી વધુ લોકોનું ટોળું મિલ પર ધસી આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મિલમાં ફાયરની સેફટી રાખવામાં આવી છે, પરંતુ જ્યાં 5000થી વધુ વેસ્ટ પેપરના બંડલ રાખવામાં આવ્યા હતા, ત્યાં એક પણ ફાયર સેફટી નહીં હોવાના કારણે માત્ર ગણતરીના મિનિટના આખે આખું 6 વીઘામાં બનેલું વેસ્ટ પેપરનું ગોડાઉન આગની ચપેટમાં આવી ગયું હતું. (Surat paper mill godown Fire)

કાગળના બંડલ હોવાથી આગ બુઝાવવામાં મુશ્કેલી પેપર વેસ્ટનો સ્ટોક વધુ હોવાના કારણે અને વેસ્ટના બંડલ વચ્ચેની જગ્યાના અભાવના કારણે આખે આખું વેસ્ટનું ગોડાઉન આગની ચપેટમાં આવી ગયું છે. જેથી આગની જ્વાળાઓ વચ્ચે જઈ આગને કાબૂમાં લેવું એ ફાયર વિભાગ માટે મુશ્કેલ બનતા ફાયરની ટીમે એક બાજુએથી પેપરમાં બંડલો પર પાણી નાખી સુરક્ષિત જગ્યાએ ખસેડવાનું અને તબક્કાવાર અંદર જવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આગને સંપૂર્ણ કાબૂમાં લેતા મંગળવારની સવાર થશે એવું ફાયરના અધિકારીઓએ જણાવ્યું હતું. (Fire Department in Surat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.