સુરત શહેરમાં ઘોડદોડ વિસ્તારના સાયન્સ સેન્ટરની સામેની ભાગે આવેલા જોગસ પાર્ક રોડની 3 દુકાનોમાં આગ લાગી (Fire Department extinguished fire at Surat Shops) હતી. અહીં ફ્રૂટની દુકાન, ફોટો સ્ટૂડિયો તેની બાજૂમાં આવેલી દૂધની ડેરી એમ 3 દુકાનો આગની ઝપેટમાં આવી હતી. જોકે, ફાયરવિભાગે (Surat Fire Department) ઘટનાસ્થળે ગણતરીના મિનિટોમાં જ આગ ઉપર કાબુ મેળવ્યું હતું. આ આગમાં કોઈ પ્રકારની જાણહની થઈ નથી.
એક પછી એક દુકાન આવી આગની ઝપેટમાં આ ત્રણેય દુકાનો પતરાના શેડની બનાવેલી હતી. એક દુકાનમાં લાગેલી આગ ધીમે ધીમે મોટી થતા અન્ય 2 દુકાન પણ આગની ઝપેટમાં આવી હતી. એટલે ત્રણેય દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી. સ્થાનિકોએ આ અંગે ફાયર વિભાગને (Surat Fire Department) જાણ કરતાં 3 ફાયર સ્ટેશનની ગાડી સ્થળે પહોંચી હતી. 6 જેટલી ગાડી સાથેની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફાયરની ટીમ આવે તે પહેલા આગનું વિકરાળ સ્વરૂપ ફાયરની ટીમ આગ પર કાબૂ મેળવે તે પહેલાં આગે એટલી (fire incident in surat) વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એટલે ત્રણેય દુકાન ઝપેટમાં આવી ગઈ હતી. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહતી અને આગ કયા કારણસર લાગી તે પણ જાણી શકાયું નથી.
આ પણ વાંચો કાર ટેન્કરમાં ઘૂસી ગઇ, કારચાલકનું કારમાં જ સળગી જઇ મોત
ફ્રુટની દુકાનમાં દિવો હતો તેના કારણે આગ લાગી હોય તે અનુમાન આ અંગે મજૂરા ફાયર ઓફિસર બી. એમ. દવેએ (Majura Fire Station) જણાવ્યું હતું કે, ત્રણેય દુકાનની અંદર આગ લાગી હોવાનો કોલ 8 વાગ્યે મજૂરા ફાયર સ્ટેશનને (Majura Fire Station) આપવામાં આવ્યો હતો. ત્યાંથી તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગ વધારે હતી છતાં 20 મિનિટની અંદર કાબૂ મેળવી લીધો હતો. ઉપરાંત આગમાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી. એ તમામ દુકાનો બંધ હતી. અને હાલ આગ (fire incident in surat) લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. એમ જાણવા મળ્યું છે કે, ફ્રૂટની દુકાનમાં દીવો હતો તેના કારણે આગ લાગી હોય તે અનુમાન છે.
આ પણ વાંચો અમદાવાદના આર્કેડ ગ્રીન બિલ્ડીંના 7માં માળે લાગી આગ, યુવતીનું થયું મોત
ત્રણ દુકાનોમાં આગ લાગી આ અંગે નજરે જોનારા સંજય સાહુએ જણાવ્યું હતું કે, મારો ફોટો સ્ટુડિયો છે. ફોટોગ્રાફી મારું કામકાજ છે. બાજુૂમાં ફ્રૂટની દુકાન છે. એ લોકો દીવો કરીને કસે જતા રહ્યા હતા. દુકાનમાં જોયું દુકાનમાં કોઈ હતા નહીં અને અચાનકમાં જ આગ લાગી હતી. આ આગ જોતા જોતા માં ત્રણે દુકાનમાં ફેલાઈ ગઈ હતી. અમારું સાડા પાંચ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. એમાં અમારા 4 PC, 1 ડ્રોન, 2 કેમેરા તે ઉપરાંત મારા ડોક્યુમેન્ટ બધું બળીને ખાખ થઇ ગયું છે. અમારા તો 40,000 રૂપિયા કેસ પણ બળી ગયા છે. સૌપ્રથમ આગ (fire incident in surat)ફ્રૂટની દુકાનમાં લાગી હતી.