સુરત રાજ્યમાં આગ લાગવાના કેસને લઈને સુરત શહેર મોખરે છે. મહિનામાં લગભગ એકથી બે જેવા કિસ્સા સુરત (Slum fire in Surat) શહેરમાં આગને લઈને જોવા મળે છે, ત્યારે ફરી એકવાર શહેરમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસ પણ અસર થઈ હતી. જોકે, ફાયર વિભાગને જાણ થતા તાત્કાલીક બનાવ સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (Fire in Surat slum)
શું હતી સમગ્ર ઘટના સુરત શહેરમાં ગતરાતથી શહેરના અનેકો વિસ્તારમાં આગની ઘટનાઓ સામે આવી રહી છે. તેવી જ રીતે શહેરના લંબે હનુમાન રોડ વિસ્તાર આવેલા અર્ચના સર્કલ પાસે ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોકે આગ લાગવાની સાથે બાજુમાં આવેલી ચપ્પલની દુકાનમાં પણ આગ પ્રસરી હતી. આગને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ આગને જોવા માટે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જેમાં જોત જોતામાં આગ પણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. (Fire on Hanuman Road along Surat)
બુટ ચપ્પલની દુકાનમાં નુકશાન આગના ગોટેગોટા આકાશ પર ઉડતા નજરે જોવા મળ્યા હતા. ફાયર વિભાગને જાણ કરતા વરાછા, કાપોદ્રા સહિત ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. પરંતુ બુટ ચપ્પલની દુકાનમાં માલસામાને ખુબ નુકસાન થયું છે. આ ઉપરાંત આગ લાગવાનું કારણ પણ અકબંધ છે. જોકે, ફાયર વિભાગ દ્વારા કૂલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. (Lambe Hanuman Road Slum fire)