- સુરત શહેરમાં ફરી આગની ઘટના સામે આવી
- GIDC ફુલપાડા પાસે આવેલા ગણેશ ડેકોરના ગ્રાઉન્ડ ફ્લોર પર અચાનક આગ
- ફાયર સ્ટેશનોની 4 થી 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
સુરત: શહેરમાં કતારગામ વિસ્તારમાં આવેલા જૂની GIDC ફુલપાડા પાસે આવેલા ગણેશ ડેકોરના ગ્રાઉન્ડ ફ્લોર પર અચાનક આગ લગતા દોડધામ મચી ગઈ હતી. જોકે આગ લાગવાની સાથે જ કતારગામ પોલીસ સ્ટેશનની PCR પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કતારગામ પોલીસની પીસીઆરમાં ફરજ પર તૈનાત પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. શહેરની બે ફાયર સ્ટેશનોની 4 થી 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગવાને કારણે બીજા અને ત્રીજા ફ્લોર પર ફસાયેલાં કુલ 12 શ્રમિકોનું રેશક્યૂ કરવામાં આવ્યું હતું. જોકે આ આગમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હતી.
આ પણ વાંચો: સુરતમાં બે અલગ-અલગ જગ્યા પર લાગી હતી આગ
12 શ્રમિકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા જૂની GIDC ફુલપાડા પાસે આવેલા ગણેશ ડેકોરના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અચાનક કોઈ કારણસર આગ લગતા દોડધામ મચી ગઇ હતી જોકે, ત્યાં જ કતારગામ પોલીસ પહોંચી ચૂકી હતી. કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ દ્વારા ફાયર વિભાગને જાણ કરતાં કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનોની 4 થી 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ હોવાને કારણે બીજા તથા ત્રીજા માળે ફસાયેલા કુલ 12 શ્રમિકોનું ફાયર લેડરની મદદથી રેસક્યૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ભરૂચ:પાનોલી GIDCની બજાજ હેલ્થ કેર કંપનીમાં ભીષણ આગ
આગનું કારણ બહાર આવ્યું નથી
આગની ઘટનાને લઇને સુરત શહેર ઓફિસર બી.કે. પરીખ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ આગનો કોલ 12.01. વાગે મળ્યો હતો. તેની સાથે જ કતારગામ અને કોસાડ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર આવવાને કારણ કે, બીજ તથા ત્રીજા ફ્લોર પર કુલ 12 કારીગર ફસાયા હતા. તેમને ફાયર વિભાગની લીડરની મદદથી રેશક્યૂ કરવામાં આવ્યું હતું. આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઈ ન હતી. અમારી ટીમ દ્વારા આગને કાબૂમાં લઇ લેવા બાદ આગ શેનેને કારણે લાગી હતી તેની તપાસ કરતા કશું બહાર આવ્યું ન હતું. હાલ આગ લાગવાનું કારણ એક બંધ છે. તેની આજરોજ તપાસ કરવામાં આવશે.