- હીરાના કારખાનામાં લાગી આગ
- આગના કારણે કોઈપણ પ્રકારની જાનહાની નહી
- 32- શ્રી રામ ઇન્ડસ્ટ્રી એન્ટરપ્રાઇઝમાં લાગી હતી આગ
સુરત: શહેરમાં મોડી રાત્રે કતારગામ વિસ્તારમાં આવેલા તરણકુંડની બાજુમાં પ્રાઇસ એપાર્ટમેન્ટના પાંચમા માળે આવેલા હીરાના કારખાનામાં આગ લાગી હતી. તો બીજી બાજુ વહેલી સવારે ઉધના-મગદલ્લા રોડ ઉપર આવેલા 32- શ્રી રામ ઇન્ડસ્ટ્રી એન્ટરપ્રાઇઝમાં આગ લાગી હતી. જોકે આ બંને જગ્યા પર સમય સર ફાયર વિભાગે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ બંને જગ્યાએ આગના કારણે કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હતી.
આ પણ વાંચો: વડોદરા: અટલાદરા સનફાર્મા રોડ પર 12 ગાડીઓમાં અચાનક આગ
હીરાના કારખાનામાં આગ લાગી
સુરત શહેરમાં મોડી રાત્રે કતારગામ વિસ્તારમાં આવેલા તરણકુંડની બાજુમાં પ્રાઈઝ એપાર્ટમેન્ટના પાંચમાં માળે હીરાના કારખાનામાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જોતજોતામાં આગે વિરાટ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે આ ક્યાં કારણે લાગી હતી તે હજૂ સુધી જાણી શકાયું નથી. હાલ ફાયર વિભાગ દ્વારા ફાયર NOCની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: સાવલીની એડવાન્સ રેઝીન પ્રા.લી.કંપનીમાં લાગી આગ, ફાયર ફાઈટરોએ આગ પર મેળવ્યો કાબુ
આગમાં 75 લાખનું નુકસાન
સુરત શહેરના મગદલ્લા રોડ ઉપર આવેલા 23 શ્રીરામ ઇન્ડુસ્ટ્રીઅલ એન્ટરપ્રાઈઝમાં આજે સવારે 7:45 આસપાસ આગ લાગી હતી. આ બાબતે 23- શ્રી રામ ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઇઝના માલિક મનોજ પ્રાસ દ્વારા એમ કહેવામાં આવ્યું છે. આગ લાગવાથી કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી અને ફાયર વિભાગ દ્વારા 30 મિનિટની અંદર જ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. દુકાન દારે જણાવ્યું કે, મારી પાસે ફાયર સેફ્ટીના સાધનો છે પરંતુ દુકાન બંધ હોવાને કારણે કોઈ કારણસર આગ લાગવાથી તે સાધનનો ઉપયોગ કરી શક્યા ન હતા. અંતે અહીંના જ કોઈ મિત્ર દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ આ આગમાં મારૂ કુલ 75 લાખ જેટલું નુકસાન થયું છે.