સુરત શહેરના હજીરા રોડ ઉપર આવેલા કવાસ ગામની ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં આખી ઝૂંપડપટ્ટી બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, ફાયર વિભાગને જાણ કરતા અડાજણ અને પાલનપુર ફાયર વિભાગની (Palanpur Fire Department) કુલ 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી (Adajan Palanpur fire department rescue operation) હતી. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
પોલીસ સ્ટેશનની પાછળ લાગી આગ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા દોડધામ મચી હતી. તો આ અંગે પાલનપુર ફાયર વિભાગના (Palanpur Fire Department) ઓફિસર કીર્તિકુમાર મોડે જણાવ્યું હતું કે, આજે સવારે 9:45 વાગે ફાયર કન્ટ્રોલ રૂમ (Fire Control Room Surat) દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે, હજીરા રોડ પર આવેલા કવાસ ગામના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની (ichhapore police station) પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગી છે. ત્યારબાદ તાત્કાલિક ફાયરની 6 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગના કારણે લોકોના ટોળા એકઠાં થઈ ઘયા હતા. અહીં જે લોકોના ઘરમાં આગ લાગી હતી. તેઓ બૂમાબૂમ કરતા હતા. ત્યારે અમે ઘટનાસ્થળે પહોંચીને 1 કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો.