સુરત: જિલ્લાના મહુવા તાલુકામાં પિતા પુત્ર એક 16 વર્ષની સગીરાની છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. પોલીસે હાલ બંને પિતા પુત્ર વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો Surat News : શ્વાન કરડવાના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં નવો વોર્ડ કરાયો શરૂ
સગીરાને ઓફીસ બોલાવી: મહુવામાં રહેતો અને પત્રકાર તરીકે પોતાની ઓળખ આપનાર રાસેદખાન પઠાણ અને તેના 17 વર્ષીય સગીર પુત્રએ નજીકની એક શાળામાં અભ્યાસ કરતી 16 વર્ષીય કિશોરી સાથે છેડતી કરી હતી. સગીરાની માતાએ આપેલી ફરિયાદ મુજબ ત્રણ માસ પહેલા દિવાળી સમયે સગીરાની માતા રાસેદખાન પઠાણે હાલ પત્રકારોનું ઘણું માન છે, તમારી છોકરીને દિવાળી વેકેશનમાં પત્રકારત્વનું શીખવા મોકલો એમ કહી સગીરને ઓફિસે બોલાવી હતી.
આ પણ વાંચો Surat Crime: સુરતમાં આર્થિક મંદીના કારણે 22 વર્ષીય યુવકે આપઘાત કર્યો
ઓફિસમાં પિતાએ અને શાળા બહાર પુત્ર: સગીરાને “મારી પત્ની મને સુખ આપતી નથી એટલે હું અન્ય સ્ત્રીઓ પાસે જાઉં છું અને તેમને 500 કે 1000 રૂપિયા આપું છું. જો તારી ઈચ્છા હોય તો આપણે પણ ગેસ્ટ હાઉસમાં જાશું તને પૈસા આપી દઇશ.” એમ કહેતા સગીરાએ તેની ઓફિસે જવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ રાસેદખાનનો પુત્ર પણ સગીરા શાળાએ જતી ત્યારે તેનો મોટર સાઇકલ પર પીછો કરી ગીતો ગાઈ ફોન નંબરની માગણી કરી વારંવાર છેડતી કરતો હતો.
શાળાએ જવાનું છોડી દીધું: શાળાએ જવા માટે રસ્તામાં જ રાસેદખાનનું ઘર આવતું હોય ગભરાયેલી સગીરા શાળાએ જવાનું ના કહેતી હતી. માતાએ સગીરાને પૂછતાં તેણે રડતાં રડતાં રાસેદખાન પઠાણ અને તેના સગીર પુત્ર દ્વારા અવારનવાર છેડતી કરવામાં આવતી હોવાનું જણાવ્યુ હતું. આથી માતાએ રાસેદખાનને આ બાબતે ફોન કરી પૂછતાં તેણે “મારા છોકરા સાથે તારી છોકરીનું લફરુ છે. મારો છોકરો હવે તારી છોકરીનો વધારે પીછો કરશે. હવે તે તારા ઘરે પણ આવશે અને ઠંડુ પણ પીશે” એવો ઉડાઉ જવાબ આપ્યો હતો. તેણે હું પત્રકાર છું, તારાથી થઈ તે કરી લેજે અને માથાકૂટ કરશો તો તને અને તારી છોકરીને જાનથી મારી નાખીશ એવી ધમકી ઉચ્ચારી હતી. આથી સગીરાને માતાએ મહુવા ટાઉન પોલીસ મથકમાં પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પોલીસે બંને સામે પોકસો એક્ટ અને આઇપીસીની છેડતીની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.