પુણા ગામની હરિધામ સોસાયટીમાં વહેલી સવારની ઘટનાથી ચકચાર મચી છે. ઘરના જ મોભી એક દીકરો, બે દીકરી અને પત્ની સાથે રહે છે. ઘરના મોભી હાલમાં બેરોજગાર હતા સાથે દારૂના વ્યસ્ની હતા. આ મુદ્દે ઘરમાં અવારનવાર ઝઘડો થતો તે દારૂ પીવા માટે વારંવાર પત્ની પાસે રૂપિયાની માગ કરી ઝઘડો કરતો હતો. આ ઝઘડાએ વિકૃત રૂપ ધારણ કરી લીધુ હતુ. જ્યારે પરિવારના સભ્યોમાંથી પત્ની હર્ષા, પુત્રી પ્રવીણા, પુત્ર ભાર્ગવ અને પુત્રી અલ્પા ઊંઘી રહ્યા હતા. તે દરમિયાન તેઓ ઉપર એસિડ એટેક કર્યુ હતુ. ત્યાર બાદ તે ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો.
એસિડ શરીર ઉપર પડતા પરિવારના તમામ સભ્યોએ બુમાબુમ કરી હતી. જેને લઇને સોસાયટીવાસીઓ દોડી આવ્યા હતા. અને તેઓને તાત્કાલીક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં એક દીકરી અને માતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પુત્ર ભાર્ગવ MBBSના ત્રીજા વર્ષમાં સ્મીમેર મેડિકલ કોલેજમાં જ અભ્યાસ કરે છે. જ્યારે માતા અને દીકરીઓ ઘરે સાડીઓમાં ટીકા ચોટાડવાનું કામ કરે છે.