- કમલેશ મસાલા વાલા કાશ્મીરીઓને લાફ્ટર યોગા કરાવ્યા
- ગુજરાતના પ્રખ્યાત લાફ્ટર થેરાપીસ્ટ કમલેશ મસાલાએ કાશ્મીરની લીધી મુલાકાત
- કમલેશ મસાલા વાલા દ્વારા કશ્મરમાં અનોખી પહેલ હાથધરવામાં આવી
સુરત : જો એક ગુજરાતી કોઈપણ સ્થળે જાય અને અવનવું ન કરે તો તે ગુજરાતી નથી. એવો જ એક બનાવ કાશ્મીરમાં થયો જ્યારે ગુજરાતના પ્રખ્યાત લાફ્ટર થેરાપીસ્ટ ફરવા માટે ગયા કમલેશ મસાલા વાલાએ ત્યાના સ્થાનિક કાશ્મીરીઓને લાફ્ટર યોગા થેરપીથી હસાવી હસાવીને લોટપોટ કરી દીધા હતા.
કમલેશ મસાલા દ્વારા ત્યાં અનોખી પહેલ
ગુજરાતના પ્રખ્યાત લાફ્ટર થેરાપીસ્ટ કમલેશ મસાલા હાલમાં જે કાશ્મીર ફરવા માટે ગયા હતા. તે દરમિયાન તેઓ કશ્મીરના લોકોની મુલાકાત લીધી હતી. અન્ય રાજ્યોથી આવતા લોકો પ્રત્યે તેમને લાગણી થાય અને એક ભાવનાત્મક સંબંધો બની રહે આ માટે કમલેશ મસાલા દ્વારા ત્યાં અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી. જે વખતે મોટી સંખ્યામાં કાશ્મીરીઓ ભેગા થયા હતા, ત્યારે એક બાદ એક તમામ કાશ્મીરીઓ હસવા લાગ્યા હતા. તેમને મજા પડી ગઈ હતી આજ પહેલા તેઓએ આ પહેલા આવી મજા માણી ન હતી અને આવો અનુભવ પણ કર્યો ન હોતો.
કમલેશ મસાલા વાલાએ કશ્મીરીઓને પોતાની ઓળખ આપી
કમલેશ મસાલા વાલાએ કશ્મીરીઓને પોતાની ઓળખ આપી હતી. તેમની ઓળખ સાંભળી કાશ્મીરીઓ પણ ખૂબ જ ખૂશ થઇ ગયા હતા અને તેવોએ જણાવ્યું હતું કે, હાલ પણ તેઓ અન્ય રાજ્યોથી આવતા લોકો સાથે હળી મળી શકતા નથી અને કમલેશ મસાલા વાલાએ તેઓને અપનત્વ બતાવવા માટે લાફ્ટર યોગા કરાવ્યા હતા. તેઓ એટલા ખૂશ થઈ ગયા હતા કે, તેઓએ જણાવ્યું હતું કે, બીજી વાર જ્યારે તેઓ કાશ્મીર આવે તો તેમને ચોક્કસથી મળે.