ETV Bharat / state

Etv Bharatની ટીમે લીધી સાંસદ દર્શના જરદોષના આદર્શ ગામ દેલાડની મુલાકાત - Delad village of Olpad taluka

કોરાના કાળમાં આદર્શ ગામ જાહેર કરેલા ગામોની કેવી છે સ્થતી તે જાણવા Etv Bharatની ટીમે લીધી સાંસદ દર્શના જરદોષના આદર્શ ગામ દેલાડની મુલાકાત લીધી હતી. ગામમાં સાંસદ દ્વારા કોરાના કાળમાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. ગામના આરોગ્ય કેન્દ્રના દરવાજા પર પણ તાળું લટકતું જોવા મળ્યું હતું.

Ground report of Delad village
Ground report of Delad village
author img

By

Published : May 15, 2021, 7:06 PM IST

  • સાંસદ દર્શના જરદોષના આદર્શ ગામની લીધી Etv Bharatની ટીમે મુલાકાત
  • ગામના આરોગ્ય કેન્દ્રના દરવાજા પર જ તાળું
  • ગામમાં નોંધાઇ ચુક્યા છે 110 પોઝિટિવ કેસ, 05 મોત

સુરત : ઓલપાડ તાલુકાનું દેલાડ ગામ હાલ સૂરત સાંસદ દર્શના જરદોષે દત્તક લીધું છે, ત્યારે આ ગામમાં કોરાના કાળમાં કોરાના સ્થતિ છે તેનો ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ જાણવા અમારી ટીમે દેલાડની મુલાકાત લીધી હતી. પરિસ્થિતિ જાણવા ગામના પ્રથમ નાગરિક સરપંચનો સંપર્ક કરવા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. જ્યાં સરપંચ કે ડેપ્યુટી સરપંચ હાજર ન હતા. જેથી તેઓનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ પોતાના પર્સનલ કામે બહાર ગયાનું જણાવ્યું હતું. પંચાયત પાસે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ગયા તો ત્યાં તાળું માર્યું હતું.

દેલાડ આદર્શ ગામનો ગ્રાઉન્ડ રિપોર્ટ

આ પણ વાંચો : આદર્શ ગામથી ચડિયાતું છે જામનગરનું નારણપર ગામ, કોરોનાને નો એન્ટ્રી

કોરાના કાળમાં સાંસદ ગામમાં ન ફરક્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું

ગામની કોરાના સ્થતી શું છે તે જાણવા આરોગ્ય કેન્દ્રના કર્મચારી હિતેશભાઈને કોલ કરતા તેઓએ જણાવ્યું હતું કે, હાલ ગામમાં 09 કોરાના એક્ટિવ કેસ છે અને અત્યાર સુધી કોરાના વાઈરસના કેસ 110 અને કોરાનાના લીધે 5 મોત દેલાડ ગામમાં થયા છે. વધુ જાણકારી મેળવવા ગામના રહીશ હસુભાઈ આહીર સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે, જ્યારથી કોરાના કાળ શરૂ થયો ત્યારથી અમે સાંસદને જોયા જ નથી. તેઓએ કોરાના કાળમાં કાંઈ કામગીરી કરી જ નથી, બસ મોટી મોટી વાતો કરી છે.

આ પણ વાંચો : કચ્છના મુરૂ ગામે નથી કોઈ આરોગ્ય કેન્દ્ર કે નથી કોઈ કોવિડ કેર સેન્ટર

સાંસદે માત્ર નામ પૂરતું જ દેલાડ ગામને દત્તક લીધું

સાયણ સુગર દ્વારા કોવિડ કેર શરૂ કરવામાં આવ્યું છે. દર્દીઓ ત્યાં જાય છે અને સારવાર લઈ રહ્યા છે, ત્યારે Etv Bharatના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સ્પષ્ટ થાય છે કે, સાંસદ દર્શના જરદોષે માત્ર લેવા પૂરતું જ દેલાડ ગામને દત્તક લીધું છે. ગામમાં કોરાના કાળને લઈને કઈ કામગીરી કરવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.