ગઈકાલે સુરતના માંગરોળ તાલુકામાં મોડી રાત્રે વરસેલા ભારે વરસાદના પગલે રાત્રે માંગરોળના મોટીપારડી અને ભરણ ગામ જવાના માર્ગ પાસે ગામની સીમમાં 300 પશુઓ સાથે 40થી વધુ માલધારીઓ ફસાયા હતા ભરણ ગામની સીમમાં આવેલ માલધારીઓના પડાવમાં રાત્રે પાણી ભરાતા માલધારીઓ પોતાના પશુઓ અને પરિવારના સભ્ય લઈ મોટીપારડી ગામ તરફ નીકળ્યા હતા પરંતુ ત્યાં પણ કમર જેટલા પાણી હોવાથી તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મોટીપારડી ગામના સરપંચ અને ડે.સરપંચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ માલધારી પરિવારને હેમખેમ બહાર કાઢ્યા હતા.જોકે બાંધેલા વાછરડાંઓના મોત થયા હતા. જ્યારે કેટલાક પાડાઓ તણાઈ ગયા હતા. આ અહેવાલ ETV Bharatની ટીમે સૌથી પહેલા રજૂ કર્યો હતો.
અંતે આજે માંગરોળ તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલ મોટી પારડી અને ભરણ ગામની સીમમાં આવ્યા હતા. અહીં તેમણે માલધારી પડાવની મુલાકાત લીધી હતી. જોકે આજે પણ માલધારી પડાવના ઝુંપડા પાણીમાં ગળકાવ જોવા મળ્યા હતા. ભરણ ગામની સીમ ભરૂચ જિલ્લાની સિમ લાગતી હોવાથી અધિકારીઓએ માત્ર મુલાકાત લઈ ચાલતી પકડી હતી. તો બીજી તરફ માલધારીઓ પોતાના મૃત પશુઓને સ્થળ પર છોડી બીજા સુરક્ષિત પડાવની તલાશમાં નીકળી ગયા હતા.
:બાઈટ 1....દિનેશ પટેલ. તાલુકા વિકાસ અધિકારી માંગરોળ
બાઈટ:-ઇન્દ્રજીત સિંહ_ડે.સરપંચ_મોટી પારડી ગામ
બાઈટ-ઝાલા ભાઈ_પશુપાલક